________________
જિનશાસનન
મહારાજ તથા ઉપાધ્યાય પ્રેમવિજયજી મહારાજ આદિ વિશાલ સાધુ-સાધ્વી તથા વિશાલ શ્રાવક અને શ્રાવિકા સમુદાયની સમક્ષ આપણું ચરિત્રનાયક આદર્શ સેવામૂતિ શ્રી સમુદ્રવિજયને ૧૯૩ના કાર્તિક સુદિ ત્રયેાદશીના રોજ ગણિપદથી તથા માગશર વદિ પંચમીના રોજ પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. મુંબઈનિવાસી ગુરુભક્ત શ્રી શેઠ ફૂલચંદ શામજીભાઈની તરફથી નાળિયેરની પ્રભાવના થઈ આપની સાથે મુનિ તીર્થવિજયજી મહારાજને પણ ગણ–પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. વડોદરા શહેરમાં બિરાજમાન પૂ. આચાર્ચ ભગવંત સદ્દગુરુદેવે આ પદવીદાન સમારંભના મંગળ અવસર પર શુભ આશીર્વાદ મેકલ્યા અને સમારંભ મરુધરે દ્ધારક, પ્રખર શિક્ષા પ્રચારક આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મહારાજની નિશ્રામાં ઊજવા હતા. શ્રી લલિતગુરુને પણ અપ્રતિમ પ્રભાવ હતે. શેઠ વિઠ્ઠલદાસ ઠાકરદાસ (મુંબઈ) આદિ દાનવીરને ઉપદેશિત કરીગુરુકુળ ગુજરાવાલાની સ્થાપનામાં આપશ્રીને અવર્ણનીય સહાગ હતું. શ્રી લલિતગુરુ ભરતની જેમ નિષ્કામ સેવક હતા. પંજાબકેસરી ગુરુદેવની આજ્ઞાથી શિક્ષાપ્રચારનું ક્ષેત્ર આપે અપનાવી લીધું હતું. પરન્તુ તે કહ્યા કરતા હતા કે “સમુદ્ર, તુમ ધન્ય હો” હું તે રેતાળ પ્રદેશ રાજસ્થાનમાં જ્ઞાનનું ઝરણું પ્રવાહિત કરી રહ્યો છું, પરંતુ તમે તે ગુરુદેવની સેવાનો પ્રસાદ પ્રતિદિન મેળવી રહ્યા છે. તમારાથી વધારે પુણ્યશાળી બીજું કશું હોઈ શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org