________________
જિનશાસનરત્ન
મુંબઈ જેવી વિશાળ નગરીમાં વિદુષી સાધ્વી શ્રી. મૃગાવતીશ્રીએ વ્યાખ્યાનેથી હજારે શ્રોતાજનેને મંત્રમુગ્ધ કર્યા હતા તેમ જ ધર્મપ્રચારનું અનુપમ કાર્ય કર્યું તે સી કેંઈ જાણે છે. આ વર્ષે સાદેવી શ્રી પ્રિયદર્શનાશ્રીજી આદિ ચાર સાધ્વીઓનું ચાતુર્માસ મુંબઈમાં હતું તે વખતે ચોપાટી પર સાધ્વીશ્રી પ્રિયદર્શનાજીએ સુંદર મનનીય પ્રવચન કર્યું હતું. તે સાંભળીને હજાર જૈનેતર નરનારીએ મંત્રમુગ્ધ થયાં હતાં.
આચાર્યશ્રીએ કહ્યું કે મારા અંતઃકરણની એ ભાવના છે કે આપણા સમુદાયમાં જે જે યુવાન તેમ જ બુદ્ધિશાળી સાધ્વીઓ છે, તે નિરંતર અભ્યાસ કરીને તેમ જ મર્યાદામાં રહીને વ્યાખ્યાન આપે અને જગ્યાએ જગ્યાએ વિહાર કરીને શાસનની પ્રભાવના કરીને ગુરુદેવના નામને રોશન કરે.
તેઓશ્રીએ કહ્યું કે પંજાબથી મને આવ્યાને પાંચ છ વર્ષ થઈ ગયાં છે. પંજાબ હમણું સાધુસાધ્વી વિના સૂનો પડ્યો છે. હું એમ નથી કહેતા કે પંજાબમાં જ રહે અને ત્યાં જ વિહાર કરી પરંતુ એટલું જરૂર ઈરછું છું કે તમે બધા સમય સમય પર પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ જેવા પ્રદેશમાં પણ વિચ અને એ પ્રદેશમાં વ્યાખ્યાન આદિથી ધર્મપ્રભાવના કરે. તે જિન ધર્મ અને ગુરુદેવના સંદેશને કેટલે બધે પ્રચાર થઈ શકે. સાથે તેઓનો પણ સારો એ વિકાસ થાય. આ સમયે આપણે સમુદાયની ઘણી સાધ્વીઓ હાજર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org