________________
જિનશાસનરત્ન
૫૪૯
આચાર્યશ્રી વિજયેન્દ્રન્નિસૂરિજી તથા પન્યાસ શ્રીજયવિજયજીનાં પ્રવચન થયાં. સંક્રાતિ ઉત્સવ મનાવવામાં આવ્યું. પંજાબ, લુધિયાના, અંબાલા, મુંબઈ, રતલામથી ભાઈ એ આવ્યા હતા.
બધાને રહેવાની-જમવાની ઘણી સારી વ્યવસ્થા કરી હતી. લગભગ ૧૫૦ ભાગ્યશાળીએ આ પ્રસંગે આવ્યા હતા.
મંદિરની બાજુમાં મંડપ ઊભું કરવામાં આવ્યું હતું. ગુરુદેવના મંગલાચરણ બાદ આચાર્ય શ્રી વિજયેન્દ્રદિનસૂરિએ સંગઠન વિષે પ્રવચન કર્યું. ગુરુભક્ત શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈના મંત્રી શ્રી રસિકલાલ કેરાએ આચાર્ય વિજયેન્દ્રસૂરિનો પરિચય આપે.
છેદેરનિવાસી શ્રી ફકીરચંદજી મહેતાએ આચાર્યશ્રીને જીવનને પરિચય સાંભળીને કહ્યું કે ધન્ય છે પરમાર ક્ષત્રિય જાતિના પ્રથમ આચાર્ય અને તેમના આસપાસનાં ગામનું પ્રચારકાર્ય તે પ્રશંસનીય છે.
આચાર્યશ્રીનાં પ્રવચનેથી હજારે ક્ષત્રિય પરમાર જૈન બન્યા અને કેટલાક ભાગ્યશાળીઓએ ભાગવતી દીક્ષા લીધી એ તે ઘણું સ્તુત્ય કાર્ય ગણાશે. હોશિયારપુરનિવાસી શ્રી શાંતિસ્વરૂપજીએ સંક્રાંતિનું ભજન સંભળાવ્યું. આપણા આચાર્યશ્રીએ નવકાર મંત્ર તથા ઉવસગ્ગહર સંભળાવ્યું. | મુનિ નિત્યાનંદવિજયજીએ સંતિકર, લઘુ શાંતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org