________________
જિનશાસનના
નિરર્થક છે, એ રીતે શ્રી વલ્લભગુરુદેવના ચરણોની સેવા વિના મારું જીવન નિરર્થક છે. મારું શ્રેય અને મારું પ્રેય હવે તે ગુરુદેવના ચરણે જ છે.
આ આપણું સમુદ્ર-હનુમાને કેટલી ઘડીઓ ગુરુચરણની આરાધનામાં વિતાવી છે, કેટલી રાત્રિએ ગુરુદેવની અશાતાની ક્ષણોમાં નિદ્રા વિના વિતાવી છે. આકાશના તારાઓને કેટકેટલીવાર રોઈ રોઈને પ્રાર્થના કરી છે કે હે સપ્તર્ષિઓ! હે ગ્રહ-નક્ષત્રહે ધ્રુવતાર ! બતાવે, બતાવે! મારા ગુરુદેવ ક્યારે પૂર્ણ શતાયુક્ત થશે ? આ સમુદ્ર કેટલાં ભકિતનાં વાદળ બનાવ્યાં છે. અને કેટલીયે વાર વરસી વરસીને ગુરુદેવના ચરણેનો અભિષેક કર્યો છે! ગુરુ સમુદ્ર કદી કદી વિચારતા હતા કે ગુરુદેવ વલ્લભ વિશ્વવલલભ છે. ભારતના સાચા પ્રતિનિધિ તેમ જ પ્રતિરૂપ છે. ભારતના ચરણોમાં લંકા સમીપ ચરણ પ્રક્ષાલન માટે સમુદ્ર વિદ્યમાન છે, તેમ જ ભારતીય સભ્યતા તેમ જ સંસ્કૃતિના પ્રતિનિધિ ગુરુ વલ્લભના ચરણપ્રક્ષાલનને માટે પણ એક સમુદ્ર ઉપસ્થિત છે. આ પ્રાકૃતિક ભારતની રૂપરેખા સદા જયવંત રહે. જે રીતે ચંદ્રમાના ઉદયથી સમુદ્ર તરંગિત હોય છે, ગુરુ સમુદ્ર પણ ગુરુ વલભનાં દર્શન તેમ જ સ્મૃતિથી ભાવાલિત બની જાય છે. મને સમુદ્ર તે શરીર છે, તેમાં પ્રાણાત્મા તે ગુરુ વલ્લભ છે. આવા ગુરુ અને આવા ગુરુસેવકના મહિમાનું વર્ણન લાખે કવિની લેખિની પણ નથી કરી શકતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org