________________
૧૦. આદર્શ સેવામૂતિ
~
મુનિ પદ ધારણ કર્યા પછી પણ સમુદ્ર ગુરુ પિતાના કર્તવ્ય પ્રત્યે પૂર્ણ જાગૃત રહ્યા હતા. જ્ઞાનપ્રાપ્તિને માટે સતત સાવધાન રહ્યા. તેઓશ્રી આગમના અધ્યયન દ્વારા “સમયે ગાયમ મા પમાઈએ”નું રહસ્ય ભલી ભાંતિ જાણ ચૂક્યા હતા. તેઓ નામથી માત્ર સમુદ્ર નહેતા બન્યા, પણ વૈિરાગ્ય જળના પણ સમુદ્ર બની ચૂક્યા હતા. સંસારની ક્ષણભંગુરતા, અસ્થિરતા સ્થિર રૂપે હૃદયમાં કેતરાઈ ગઈ હતી. સમ્યક્દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર્યરૂપી રનત્રયીની અક્ષય સંપત્તિ પામીને તેઓ અત્યંત હર્ષિત હતા. પૂજ્ય ગુરુદેવ કલિકાલકલ્પતરુ, અજ્ઞાનતિમિરતરણી, ભારતદિવાકર, પંજાબકેસરી, યુગવીર આચાર્ય ૧૦૦૮ શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજના ચરણેની સેવામાં કમળના કોષમાં 'ભ્રમરની જેમ ગ્રસ્ત થઈ ગયા હતા.
ભગવાન રામના ચરણેની સેવામાં જેમ પવનપુત્ર હનુમાન પૂર્ણ રીતે સમપિત થઈ ગયા હતા, આપણું ચરિત્રનાયક પણ ગુરુ વલ્લભના ચરણમાં હનુમાન બનીને તલ્લીન બની ગયા હતા. શ્રી સમુદ્રવિજયજીએ દઢ સંકલ્પ દ્વારા વિચાર્યું કે જેમ તાર વિના વીણું નિરર્થક છે, જેમ પૈડા વિનાને રથ નિરર્થક છે, જેમ આત્મા વિના શરીર
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org