________________
જિનશાસનરત્ન
આ રીતે શાસનના સેવક, સંયમના સાધક, સરસ્વતીના આરાધક બંને ગુરુભાઈ એ ગુરુ ભક્તની આંખેમાં વસી ગયા. ગુરુ સોહનવિજયજીની નિશ્રામાં રહીને આપણા ચરિત્રનાયક ગુરુસેવાના મહત્ત્વને હૃદયંગમ કરવા લાગ્યા. ઉ. શ્રી સોહનવિજયજી મહારાજ કર્મઠ, સહનશીલ, ઉપદેશપ Wા ક્રાન્તિકારી વિચારશીલ સાધુરાજ હતા. પૂજ્ય ગુરુદેવ કલિકાલકલ્પતરુ આચાર્ય મહારાજને શ્રીહનવિજયજી મહારાજ પ્રત્યે વિશેષ અનુરાગ હતું. તેમની પ્રેરણા અને -આશીર્વાદથી શ્રીઆત્માનંદ જૈન મહાસભા-પંજાબની સ્થાપના થઈ હતી. પંજાબ ક્ષેત્રની સેવાકારિણી આ મહાસભા સમસ્ત જૈન સમાજને માટે પ્રાણદાયિની વાયુની સમાન ઉપકારિકા બની રહી છે. આ સભાના પ્રત્યેક ઉપકારક કાર્યમાં શ્રી પંજાબકેસરી ગુરુદેવ તથા શ્રી સેહનવિજયજી મહારાજના મહિમાનાં દર્શન થાય છે.
આવા ગુરુદેવના સાનિધ્યમાં આપણું ચરિત્રનાયક ગુરુસેવામાં લગ્ન અને મગ્ન બની ગયા. આપના હૃદયની ભૂમિ ગુરુસેવા-સુધાથી સિંચિત થઈ ગઈ અનેક ગુણના અંકુર આ હૃદયરૂપી ભૂમિમાં અંકુરિત થઈ ગયા.
ગુરુદેવને વારસે મેં આજ સુધી સંભાળ્યું. તે વારસો હવે કઈ શક્તિશાળીને આપવો રહ્યો. એવો આત્મા જાગી ઊઠે તો પંજાબને સંભાળે અને તેને નવચેતન આપી ગુરુદેવનો લીલમલીલે ગુલશન બનાવી દે, ત્યારે જ મારા આત્માને શાંતિ થશેઆનંદ થશે.
વલ્લભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org