________________
જિનશાસનના ર્વાદ આપ્યા અને ભાઈ પુખરાજજીએ દીક્ષા લીધી અને પિતાના જ ગુરુભાઈ બનીને સાગરવિજયજી નામથી પ્રખ્યાત થયા. પાલીના આ મરમ યુવકરત્ન પુખરાજજીની દીક્ષા તીર્થાધિરાજ શત્રુંજયની શીતળ છાંયડી પાલીતાણામાં થઈ. પાલીનું નામ પાલીતાણાના સંગથી પુનિત બની ગયું.
રામલક્ષમણ સમી આ બાંધવબેલડી કર્મરૂપી દાનના દમન માટે તત્પર થઈ ગઈ. જીવનના અમર સાધક સિદ્ધિના સાધનમાં સંલગ્ન થઈ ગયા. “દીક્ષા” શબ્દને અર્થ ઉન્નત જીવન છે. એ જીવનની ઉત્તમતાને પ્રાપ્ત કરવી એ દીક્ષિત વ્યક્તિનું સર્વોપરી કર્તવ્ય છે. તેની વ્યક્તિગત તપશ્ચર્યા અને બ્રહ્મચર્ય સમષ્ટિ રૂપ ધારણ કરીને સમસ્ત રાષ્ટ્રના ઉત્થાનમાં સહાયક બને છે.
જે જૈન ધર્મની તપશ્ચર્યાને વ્યક્તિગત તપશ્ચર્યા સમજે છે તે ભારે ભ્રમમાં છે. વ્યક્તિનું તપ તે બીજરૂપ છે, જે અનેક કલ્યાણનાં બીજેને જન્મ આપે છે. આ તપશ્ચર્યા અને આત્મચિંતનના બે મહારથી (સુખરાજ-પુખરાજ) અને દીક્ષા પર્યાયના શ્રી સમુદ્રવિજય-શ્રી સાગરવિજય હોઈને બને ગુરુ પાછળ એક સમાન પ્રતીત થતા હતા. એમ તે, સમુદ્ર અને સાગરમાં અખ્તર પણ ક્યાં છે? બંને મેટા, બંને નાના. એક આયુમાં મોટા તે દીક્ષામાં નાના. એક આયુમાં નાના તે દીક્ષામાં મોટા. કોને નાના કહીએ, કેને મેટા કહીએ? બંને નિરાલા. બંને સરલસ્વભાવી સંત. બંને વંદનીય, બંને અભિનંદનીય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org