________________
૫૧૦
જિનશાસનન
લાલજી કેડારીએ બેલી ને તેઓ પારણું પિતાને ઘેર લઈ ગયા. રાત્રિજાગરણ તથા પ્રભાવના થઈ. સ્થાનકવાસી મુનિરાજ તપસ્વી મુનિને ૩૯ મે ઉપવાસ હતા. તેઓ પ૧ કરવાની ભાવના રાખે છે. કમળ મુનિજીને ૧૮ મે ઉપવાસ છે ને માસખમણની ભાવના રાખે છે. તે તપસ્વીઓની સુખશાતા પૂછવા, આચાર્યશ્રી પન્યાસ જયવિજયજી, મુનિ જયાનંદવિજયજી, મુનિ ધર્મધુર ધરવિજયજી, મુનિ નિત્યાનંદવિજયજી, મુનિ શેખરવિજયજી વગેરે મહાવીર ભવનમાં પધાર્યા. માલવકેશરી મુનિપુંગવ શ્રી સૌભાગ્યમલજી મહારાજે ભવનની બહાર આવી સૌનું સ્વાગત કર્યું. ગુરુદેવને હાથ પકડીને અંદર સ્થાનકમાં લઈ ગયા. વ્યાખ્યાનસભાની પાટ પર બેઠા. કેટલાક ભાઈએ આપણું ચરિત્રનાયક સાથે આવ્યા હતા. સેક્રેટરીશ્રીએ સૌને આભાર મા .
મુનિશ્રી સાગરમલજીએ આ સ્નેહમિલન જોઈને હર્ષ પ્રગટ કર્યો. માલવકેશરી મુનિપુંગવ શ્રી સૌભાગ્યમલજી મહારાજે હર્ષ પ્રગટ કરતાં જણાવ્યું કે આભાર તે મારે માનવે જોઈએ. હું તે આચાર્યશ્રીનો બહુ બહુ આભાર માનું છું. સ્થાનકવાસી મહાસતીશ્રી મુક્તિપ્રભાશ્રીએ સુંદર - ભકિતભાવભયું ભજન સંભળાવ્યું. શેઠ ફકીરચંદ મહેતાએ ગત ચાતુર્માસમાં જે સમન્વયની ભાવના જાગી હતી તે દર્શાવતાં જણાવ્યું કે દિ. મુનિ વિદ્યાનંદજી મહારાજ તથા ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજે ઈદેરમાં સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org