________________
જિનશાસનરત્ન
કરતા ગુરુદેવ સંગમનેર પધાર્યા. ધામધૂમપૂર્વક નગરપ્રવેશ થયે, પૂનાથી આવેલ લોકનેતા પ્રસિદ્ધ વક્તા શ્રી પોપટલાલ રામચંદ શાહે મનનીય પ્રવચન કરી યુગવીર પંજાબકેસરી આચાર્ય ભગવંતના શિક્ષણપ્રસાર અને મધ્યમ વર્ગના ઉદ્ધાર માટે કરેલ કાર્યો યાદ આપીને આપણા ચરિત્રનાયક પણ ગુરુદેવને પગલે પગલે શાસનકલ્યાણનાં કાર્યો કરી રહ્યા છે તે જાણી પિતાનો આનંદ વ્યક્ત કર્યો હતે. અહીંથી ગ્રામાનુગ્રામ વિચરતા ચાંદવડ પધાર્યા, અહીંના બ્રહ્મચર્યાશ્રમનું નિરીક્ષણ કર્યું. મુંબઈથી શ્રી ઉમેદમલજી, શ્રી રસિકલાલ કેરા, શ્રી લાલચંદજી, શ્રી જયંતીલાલભાઈ, લાલા વિલાયતીરામ આદિ દર્શનાર્થે આવ્યા હતા. બૅન્ડ સાથે સુંદર સ્વાગત થયું.
જુદાં જુદાં શહેરોથી ૩૦૦-૪૦૦ ભાઈઓ આવ્યા હતા. આશ્રમની વ્યવસ્થા ઘણી સુંદર હતી.
અહીં ઇદેરનું પ્રતિનિધિમંડળ આવી પહોંચ્યું. આ પ્રતિનિધિમંડળમાં જૈન સમાજના બધા સમુદાયના પ્રતિનિધિઓ હતા, જેમાં સર્વશ્રી રતનચંદ જેઠારી, શ્રી પન્નાલાલ ઠાકુરિયા, શ્રી જયસિંહ બેહરા, શ્રી બાબુભાઈ દેશાઈ, શ્રી નાથુલાલ પરવાળ, શ્રી જયચંદલાલ લલવાણી, શ્રી રખબચંદ ચોરડિયા, શ્રી અને ખીલાલ ભડારી, શ્રી એસ. એમ. જૈન, તથા શ્રી કનકમલ રાંકા આદિ હતા. તેઓએ જણાવ્યું કે ગયે વર્ષે મહાન ચિંતક સેવાકિય મુનિશ્રી જનકવિજયજી અમારે ત્યાં ચાતુર્માસ હતા. તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org