________________
જિનશાસનરન
૪૯૩ સમન્વય વિચારધારાથી પ્રભાવિત થઈને નગરના જૈન સમાજે આપશ્રીને ઇંદેર પધારવા અમારી મારફત વિનંતી પાઠવી છે. અહીં વડોદરાના આગેવાનોની પણ આગ્રહભરી વિનંતિ હતી. પણ લાભાલાભની દષ્ટિએ અંદરનો નિર્ણય થયે. ઈંદરના પ્રતિનિધિએ આનંદઉલ્લાસભર્યા જયનાદેથી આ નિર્ણય વધાવી લીધે વડોદરાના આગેવાનેને પણ એવું સાંત્વન આપવામાં આવ્યું કે હું વડોદરાને ભૂલીશ નહિ. જ્ઞાનીએ જોયું હશે તે આવતું ચાતુર્માસ જરૂર જરૂર વડેદરા કરવાની ભાવના રાખીશ. મહારાષ્ટ્રની સીમા પાર કરીને મધ્ય પ્રદેશની ભૂમિમાં પદાર્પણ કરીને ગ્રામનુગ્રામ વિચર્યા. પ્રત્યેક જગ્યાએ અનુપમ સ્વાગત થયું. રાજગુરુનગરમાં તો આપનું ભવ્ય સ્વાગત થયું હતું. મધ્યપ્રદેશના પ્રત્યેક સ્થાન પર શાતમૂર્તિ નિષ્કામી ગીરાજ જૈન સંતનું સુંદર ભાવભીનું સ્વાગત થતું રહ્યું.
સીમા પાર સુંઘવા નગરે તે ભક્તિને સિધુ લહેરાવી દીધું. “જનાર્દન” નામના દૈનિક પત્રે તે ગુરુમહારાજ સાથે વિહાર કરવાવાળા પ્રત્યેક સાધુ મુનિરાજનાં નામ અંકિત કરી તેની ગુણવલીએાનું વિવરણ પ્રકાશિત કર્યું હતું. તેઓને ત્યાગી, વિરાગી, વિદ્વાન, તથા જનજનના ઉદ્ધારક સતેનાં સુવિશેષણેથી સંબંધિત કર્યા હતા.
વીરભૂમિ માંડવગઢમાં ગુરુદેવે પ્રેમ અને અહિંસાનું પવિત્ર વાતાવરણ પ્રસારિત કર્યું. અહીં બહેન મંજુલાનું વરસી તપનું પારણું કરવાને ઉત્સવ થયે. અખાત્રીજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org