________________
४१६
જિનશાસનરન
શ્રીસંઘના આબાલવૃદ્ધ-પ્રભુપ્રતિમા સાથે જ નીકળવાની જે પ્રતિજ્ઞા પાળી હતી, તે રાષ્ટ્રપ્રેમનું જવલંત દષ્ટાંત હતું. આ રીતે તેઓ રાષ્ટ્રીય મહાત્મા હતા. આ નામકરણ ઘણું ઉચિત છે. આ ગુરુદેવે મુંબઈને મહાવીર વિદ્યાલય જેવી મહાન શિક્ષણ સંસ્થાની ભેટ આપી છે.
- શ્રી તારાબહેન ધીરુભાઈએ ગુરુવારના શિક્ષણપ્રેમની પ્રશંસા કરી હતી. અતિથિવિશેષ શ્રી શાદીલાલજીએ કહ્યું કે, આચાર્યશ્રી કેવળ જૈનેના નહિ પણ સમસ્ત રાષ્ટ્રના હતા. તેઓ જ્ઞાન પ્રસાર દ્વારા રાષ્ટ્રના ચરિત્રનું નિર્માણ કરવા ઈચ્છતા હતા. મુંબઈના મેયર શ્રી હેમચંદ્રગુપ્તાજીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં ગુરુમહારાજને મહાન સહાગ હતો. તેમણે આ શુભ નામકરણની ઘેષણ કરી. સભાએ હર્ષનાદેથી આ ઘોષણાને વધાવી લીધી. નગરપાલિકાની આ શ્રેષ્ઠ સ્મૃતિ બની રહી. જન્મશતાદીની સમિતિના મંત્રી શ્રી જયંતીલાલ રતનચંદ શાહે બધાનું ભાવભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે આ યુગદ્રષ્ટા મહાપુરુષની જન્મશતાબ્દીના યજ્ઞની પૂર્ણાહુતિના સમયે આપણી નગરપાલિકાએ અંતિમ અને સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શતાબ્દીને અમર અમર બનાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org