________________
so Pocong
| ૯. ત્યાગમાર્ગના યાત્રી સહોદર
“મથેણ વંદામિ!” ભાઈ પુખરાજે વંદના કરી.
“ધર્મલાભ! ભાગ્યશાળી, કાપડને વ્યવસાય કેમ ચાલે છે! તમારી તબિયત તે સારી છે ને ?” આપણું ચરિત્રનાયકે પૂછયું.
“મહારાજશ્રી! તમારે વિયોગ ભુલાતો નથી પણ આપ તે સંયમયાત્રા દીપાવી રહ્યા છે અને અપૂર્વ પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે તે જાણી સંતોષ થાય છે. તબિયત તે સારી છે, પણ....”
“ભાગ્યશાળી! કેમ અટકી ગયા? તમારે કાપડને વ્યાપાર તો સારો ચાલે છે. પછી ચિંતા શેની?”
મહારાજશ્રી! તમારા ગયા પછી તમારાં જ સ્વપ્ન આ વ્યા કરે છે. તમારે અનુપમ બંધુપ્રેમ ભુલાતો નથી. તમે સમુદ્ર બની ગયા. હું આ કપડાના તાકા ફાડવા પડ્યો રહ્યો પણ હવે મને સંયમ લેવા ભાવના જાગી છે. મારી ભાવના પૂરી કરવા મને માર્ગદર્શન આપ.”
જહાસુખમ–ભાગ્યશાળી ! સંસાર તે અસાર છે. સંયમને માર્ગ તે મુક્તિમાર્ગ છે. તમે ત્યાગમાર્ગના યાત્રી અને એના જેવું રૂડું શું? મારા તમને મંગળ આશીર્વાદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org