________________
જિનશાસનન. સેવામાં મુંબઈ પહોંચ્યા. અહીં ઉપધાન કરાવ્યા. અહીંથી ૧૯૭૦માં વિહાર કરી રતલામમાં શાંતમૂર્તિ મુનિરાજશ્રી હંસવિજયજી તથા પન્યાસશ્રી સંપતવિજયજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં પન્યાસ શ્રી સંપતવિજયજી મહારાજે શ્રી સેહનવિજયજી મહારાજને ભગવતી સૂત્રના ચેપગે દૃવહન કરાવ્યા. અહીંથી વિહાર કરી વડનગર પધાર્યા. વડનગરથી છરીપાળતા સંઘની સાથે માંડવ-. ગઢની યાત્રા કરી મક્ષીજી આદિની યાત્રા કરી ગ્રામ-નગરમાં ધર્મ પ્રભાવના કરતાં વડનગરમાં ચાતુર્માસ કરવાનું હતું પણ બદનાવર શ્રીસંઘની વિનંતીથી બદનાવરમાં ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં ઘણી ધર્મપ્રભાવના થઈ. કેટલાક સ્થાનકવાસી જેવા થઈ ગયા હતા તે સર્વેને ધર્મમાં સ્થિર કર્યા અને મહાન ઉપકાર કર્યો. આ ચાતુર્માસમાં ધર્મનાં અજવાળાં એવાં તે પથરાયાં કે આજ દિવસ સુધી સંઘના આબાલવૃદ્ધો એ ધર્મપ્રભાવનાના દિવસે યાદ કરે છે.
જે સમાજ દર વર્ષે લાખો ધર્મપ્રભાવના માટે ખરચે તે સમાજને મધ્યમવર્ગ રેટી-રજી વિના તરફડે, બાળકોને શિક્ષણ માટે આથડવું પડે, દુઃખી દર્દીઓને વિસામે નહિ, હજારોને કામ નહિ–આપણે સંપત્તિશાળી, ધર્મનિષ્ઠ, દાનવીર ગણાતો સમાજ કે ઉન્નત હે જોઈએ!
– વલ્લભસુધાવાણી.
www.jainelibrary.org
કે ઉનાપત્તિશાળા વિસામો ને શિક્ષણ
Jain Education International
For Private & Personal Use Only