________________
હોવો ૧૦૫. થાણાનગરમાં પ્રવેશ
આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી તથા મુનિમંડળને મુંબઈના આગેવાનો તથા સેંકડે ભાઈબહેનોએ ભવ્ય વિદાય આપી.
ગુરુવર્ય અંધેરી તથા ગોરેગામમાં જ્ઞાનને પ્રકાશ પાથરતા જૂના કુર્લા પધાર્યા. અહીં સંઘમાં કુસંપ હતું તે માટે બંને પક્ષેને સમજાવી એકતા સ્થાપન કરી, કુર્લાથી ચેમ્બર પધાર્યા. અહીં આચાર્ય દેવશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી તથા આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીનું મધુર મિલન થયું. ત્રણે આચાર્યોની ઉપસ્થિતિથી ચેમ્બર શ્રીસંઘમાં ત્રણગણે આનંદ છવાઈ રહ્યો. ચેમ્બરથી ઘાટકેપરમાં નૂતન ભવ્ય મંદિરનાં દર્શન કર્યા. સર્વોદય હોસ્પિટલ અને સંઘાણી એસ્ટેટના નૂતન મંદિર આદિનું નિરીક્ષણ કર્યું.
વિક્રોલી, ભાંડુપ, ઈશ્વરનગર, મુલુન્ડ આદિને પાવન કરતા થાણુ પધાર્યા. તા. ૨૯-૩-૭૧ના રોજ થાણાના શ્રીસંઘે ગુરુવર્ય તથા મુનિમંડળનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. થાણે તે આપણા ચરિત્રનાયકની આચાર્ય પદવીનું મરણીય સ્થાન છે અને તીર્થધામ બની ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org