________________
જિનશાસનન
૪૪૯
ઉપાશ્રયે પધારી ધર્મનાં અજવાળાં પાથરતા પાથરતા ગોડીજી પધાર્યા. ફાગણ સુદ પૂનમે પૂના શ્રીસંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂના તરફ વિહાર કર્યો. ભાઈખલામાં હજારોની મેદનીમાં શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિપુંગવ શ્રી પુણ્યવિજ્યજી સંપાદિત પન્નવણ સૂત્રનું ઉદઘાટન કરાવ્યું અને પૂના તરફ વિહાર કર્યો. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી વાલકેશ્વર તરફ જવાના હતા. આપણા ચરિત્રનાયક પૂજ્ય આચાર્યશ્રી અને શ્રી આગમપ્રભાકરજી પ્રેમપૂર્વક મળ્યા. આ મિલન હૃદયંગમ હતું.
મુનિશ્રી પુણ્યવિજ્યજી પૂ. આચાર્યશ્રીને તબિયત સંભાળવા અને પૂનામાં ધર્મ પ્રભાવના કરી પૂ. ગુરુદેવના નામની યશકીર્તિ વધારવા કહી રહ્યા હતા અને આપણું આચાર્યશ્રી તેમને પણ તબિયત સંભાળવા અને આગમ ગ્રંથનું સંશોધન કરી જ્ઞાનગંગા વહેવડાવવા કહી રહ્યા હતા. આ વિદાય અને જુદાઈ વસમી હતી. બન્નેની આંખડીઓ સજળ થઈ ગઈ અને કેને કલ્પના હતી કે આ ઋતશીલવારિધિ આગમપ્રભાકરનું છેલ્લું મિલન હતું. અને મુંબઈની ભૂમિ પોકારી રહી હતી અને થોડા જ વખતમાં તે આગમપ્રભાકર સ્વર્ગે સિધાવ્યા–મિલન યાદગાર હૃદયંગમ બની ગયું.
ર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org