________________
૩ ૮. વડી દીક્ષા અને જ્ઞાનાર્જન
સંયમ, સૌમ્યતા અને સેવા આ ત્રણ સમન્વના ધારી સુખરાજ-સમુદ્રવિજય–સોહનવિજયના ત્રણ સકારોચુકત આપણું ચરિત્રનાયક ચેથા “સ”ની ઉપાસના કરી રહ્યા હતા. આ ચોથો સિદ્ધિદાયક “સ” પણ ભરૂચમાં આપને પ્રાપ્ત થઈ ગયું. પન્યાસશ્રી સિદ્ધિવિજયજી મહારાજ (આચાર્ય)નાં વરદ કરકમળોથી આપને વડી દીક્ષા આનંદપૂર્વક આપવામાં આવી. ફાગણ સુદિ પાંચમનો આ દિવસ ભરૂચના ઇતિહાસમાં અમર બની ગયે. શ્રદ્ધાળુ પાઠક, ભરૂચની પાસે નર્મદા નદીને કિનારે એક વિશાળ વટવૃક્ષ છે, જે વૃક્ષની નીચે દશ હજારની સેના એકસાથે બેસી વિશ્રામ કરી શકે છે. આવા નગરમાં વડી દીક્ષા થઈ તે એક પ્રકૃતિનો સંકેત હશે કે હજારો ભક્તો આ ગુરુની ચરણછાયામાં વિશ્રામ કરી શીતળતા મેળવી શકશે. કલિકાલકલ્પતરુ ગુરુદેવના આશીર્વાદથી આજ આપમાં એ જ વિશાલતા જોવાય છે. દીક્ષિત અવસ્થામાં આપે આગમ, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય આદિના અધ્યયનમાં પિતાના મનને મગ્ન કરી દીધું.
તે જ્ઞાનાન્ન મુક્તિઃ” આદિ ગૂઢાર્થ સમજીને જૈનાગમ, સંસ્કૃત, પ્રાકૃત આદિ જ્ઞાનાંજન કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org