________________
જિનશાસનરત્ન
૨૩
શ્રી મોહનલાલજી મહારાજને ઉપાશ્રય આજે જયજયકારોથી ગુંજી રહ્યો હતે જાણે નંદીશ્વર દ્વીપની શોભા અહીં જ ઊતરી આવી હોય. શ્રાવક-શ્રાવિકાઓના સમુદાયને જાણે આજ દેને સમૂહ પ્રતીત થતું હતું.
સં. ૧૬૭ ના મહા વદિ ૬ રવિવારના મંગળ દિવસે ગુરુદેવ પંજાબકેસરીના વરદ કરકમલેથી ભાઈ સુખરાજજીને હજારોની માનવમેદની વચ્ચે દીક્ષા આપવામાં આવી. ઉપાશ્રય જયનાદથી ગુંજી ઊઠ્યો. ભાઈ સુખરાજજીનું નામ મુનિ સમુદ્રવિજય રાખવામાં આવ્યું. યુવકગણના હૃદયહાર શ્રી સેહનવિજયજી (ઉપાધ્યાય) મહારાજના શિષ્ય જાહેર કરવામાં આવ્યા.
પાઠકે, શ્રદ્ધાળુઓ, ગુરુભક્તો, જાણે છે? પ્રકૃતિએ સુખરાજ-સમુદ્રવિજય–સેહનવિજય નામમાં ત્રણ “સ” અક્ષરોનો સમન્વય કેમ ઉપસ્થિત થયે હશે ? પ્રકૃતિને સંકેત હતો કે સમુદ્રવિજય ગુરુસેવક, સૌમ્યમૂતિ અને સાચા સંયમી બનશે અને આ રીતે સંસારસમુદ્રને પાર કરશે. પ્રકૃતિને આ સંકેત સર્વથા સત્ય સિદ્ધ થયે. ગુરુની સેવાભાવના અને સૌમ્યતાને કેણ દાસ નથી?
સંયમને રંગ દિનદિન ચમકવા લાગે. સમુદ્રનું દરિયાવદિલ ઉદાર બનતું ગયું અને ગુરુસેવાને રંગ જામતે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org