________________
૭. અબ મોહે તારો
મથેણ વંદામિ !” સુખરાજે વંદણ કરી. “ધર્મલાભ !” ગુરુદેવે ધર્મલાભ આપે.
કૃપાસિંધુ! મારી દીક્ષાની ભાવના ઘણા સમયથી છે. આપ મહાત્માઓના સંસર્ગથી મારી ભાવના દઢ થઈ છે. વડોદરાથી જ આ ભાવના હું સેવતે આ છું. અબ મેહે તારે!” સુખરાજે પોતાની ભાવના દર્શાવી.
ભાગ્યશાળી ! તમારી ભાવના હું જાણું છું. અહીં તમે મુનિ મહાત્માઓની સેવા કરી બધાનાં હૃદય જીતી લીધાં છે. હવે આ પુણ્ય વેળા આવી ગઈ છે. સારા મુહ તમને સુરતમાં જ દીક્ષા આપીશું. નિશ્ચિત રહેશે.”
આ સુધાભર્યા વચને સાંભળી આપણું ચરિત્રનાયક સુખરાજને મનમયૂર નાચવા લાગ્યો.
હવે તે રાતદિવસ સૂતાં બેસતાં દીક્ષાનાં સ્વપ્ન આવવા લાગ્યાં અને તે પાવન ઘડી ક્યારે આવે તે માટે ખૂબ ઉત્સુક બની રહ્યા. આચાર્ય ભગવંત થોડા દિવસ વડા ચૌટાના ઉપાશ્રયમાં સ્થિરતા કરી ગેપીપુરા મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજના ઉપાશ્રયમાં પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org