________________
૨૦
જિનશાસન રન
ગયે. આપણું ચરિત્રનાયક સુખરાજજી વડોદરાથી ગુરુ મહારાજની સાથે હતા અને સુરત પણ સાથે ગયા.
સુરત તે સોનાની મૂરત કહેવાય છે. અહીં લગભગ પચાસ જૈનમંદિર અને હજારો જૈનોનાં ઘર છે.
સુરતના જે વડા ચૌટાના ભવ્ય ઉપાશ્રયમાં દાદા ગુરુ, ન્યાયામ્ભાનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી મહારાજે પહેલાં ચાતુર્માસ કર્યું હતું તે જ ઉપાશ્રયમાં પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ, સાચા ગુરુભક્ત પન્યાસ શ્રી સંપતવિજયજી મહારાજ, પંડિતરત્ન મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ આદિ બીજા મુનિરાજે પણ બિરાજમાન હતા. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી પણ આ ઉપાશ્રયમાં બધા મુનિપંગ સાથે રહ્યા. પ્રવેશ મહત્સવ ખૂબ ધૂમધામથી થશે. પ્રવેશની શેભા અવર્ણનીય હતી. સુરતમાં બિરાજમાન બધાં સાધુ-સાધ્વીજી પણ પ્રવેશ મહત્સવમાં પધાર્યા હતાં. આ બધા મહાત્માઓની નિશ્રામાં આપણું ચરિત્રનાયક સુખરાજના વૈરાગ્યના અંકુર કુરાયમાન થવા લાગ્યા.
પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ આત્માની વિશુદ્ધ કાન્તિવાળા સંયમી હતા અને શ્રી હંસવિજયજી મહારાજ ખરેખર શાંતમૂતિ પરમહંસ હતા. આ સંયમ માનસરોવરના હંસે(મહાત્માઓ)ની સાથે અન્ય સાધુગણ પણ મુક્તિરૂપી મેતી પ્રાપ્ત કરવાવાળા હસે હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org