________________
જિનશાસનરન
કાવી તીર્થમાં બે મોટાં મંદિર છે, જે સાસુ-વહુનાં બનાવેલાં કહેવાય છે. હાલમાં મંદિર અને ધર્મશાળા છે. પરંતુ જેનેનું એક પણું ઘર નથી. ગન્ધાર પણ એ જ સ્થાન છે, જ્યાં એક સમય સાડા ત્રણસો કરોડપતિ ધનાઢય શ્રાવકે રહેતા હતા. અકબર બાદશાહ પ્રતિબંધક જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ બાદશાહની વિનંતિને માન આપીને અહીંથી આગ્રા પધાર્યા હતા. પરંતુ કાલચક્રનું પરિવર્તન અતિ અદ્દભુત હોય છે. આ કાલચક્રની એવી બલિહારી છે કે આ સમયે ગન્ધારમાં કેઈ પણ જૈન ઘર નથી. ગન્ધાર ઇતિહાસની એક સ્મૃતિપૂર્ણ ઝાંખી બની ગયેલ છે. આચાર્ય ભગવંત તથા સંઘે આ બંને તીર્થોની યાત્રા કરી. આ સમયે તીર્થયાત્રાના મહિમા વિશે પ્રવચન થતાં રહ્યાં. ગ્રામનગરમાં પ્રચાર કરતા કરતા ગુરુદેવ ભરૂચ પધાર્યા. આ સ્થાન ભગવાન મુનિસુવ્રત સ્વામીનું તીર્થધામ છે. પ્રાચીન મંદિર વિશાળ તેમ જ અલૌકિક છે. અહીં પણ મેગલકાળમાં મુસલમાનેએ પિતાની મજિદ બનાવી છે. પરંતુ એક દિવસ આ ભરૂચ ખરેખર ભક્તપુરી હતી. આજે પણ મુનિસુવ્રત ભગવાન આદિનાં આઠનવ મંદિર છે. ઉપાશ્રય, ધર્મશાળા આદિ
સ્થાન પણ છે. અહીં પન્યાસ (આચાર્ય) શ્રી સિદ્ધિવિજયજી મહારાજ ઉપધાન તપની આરાધના કરાવી રહ્યા હતા. તેમની સાથેના મધુર મિલન તથા વંદનાદિ કરીને ગુરુદેવે સુરત તરફ વિહાર કર્યો. સંઘ વડોદરા તરફ પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org