________________
િ
૬. સંયમસાધનાનો સંક૯૫
સમયને ચેગ ખૂબ સુંદર હતું. સુખરાજે પૂ. શ્રી. વલલભ ગુરુના ચરણોમાં એવું સુખ માણ્યું કે સંસારને ભૂલી ગયા. આ સમયનું વર્ણન અસંભવ છે. આવા આનદના સમયે તે શબ્દ સવયં સમાપ્ત થઈ જાય છે. આનંદ માત્ર અનુભવને વિષય બની જાય છે. પ્રસિદ્ધ સંતકવિ કબીર કહે છે કે આ આનંદ બહાર નહિ, પણું અંતરાત્મામાં હોય છે.
ભાઈ સુખરાજને મનેભાવ વિશેષ કરીને શ્રી વલ્લભ ગુરુના શિષ્ય સોહનવિજયજી(ઉપાધ્યાય)ની તરફ આકર્ષિત થશે. આ તરફ ગુરુદેવનું ચાતુર્માસ પિતાની જન્મભૂમિમાં થયું. આ વખતનું વાતાવરણ સમારોહપૂર્વક શાસન પ્રભાવનામય હતું. ચાતુર્માસ પછી ગુરુદેવના સંસારી વડીલ બંધુ શેઠ ખીમચંદ દીપચંદે ચાતુર્માસની ખુશીમાં કાવી તથા ગન્ધાર તીર્થોને છરી પાળા સંઘ કાઢયો.
આ સંઘમાં ગુરુદેવને શિષ્ય પરિવાર તથા પ્રવર્તની સાધ્વી શ્રી દેવશ્રીજી આદિ સાધ્વીઓ તથા અનેક શ્રાવક તથા શ્રાવિકાઓ આવ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org