________________
જિનશાસનન
૧૭
ગયા શ્રી મેહનવિજયજીના શિષ્ય શ્રી પ્રતાપવિજયજી(આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ)એ સંસારની અસારતા સુખરાજજીના હૃદયમાં ઠસાવી દીધી.
રંગ તે ચડી ગયો હતે. ચમક પણ આવી ગઈ હતી. માત્ર રંગ પાકે અને સ્થાયી થવાનું બાકી હતું. સદ્ભાગ્યે વડેદરામાં શ્રી વલ્લભ વિજયજી મહારાજ(યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ)નું ચાતુર્માસ હતું. ઉપદેશની અમીવર્ષા થઈ રહી હતી. સ્વાતિ નક્ષત્રનું વાદળ અમૃતબિન્દુ વરસાવી રહ્યું હતું. અરે ત્યાં તે સુખરાજરૂપી ચાતક આવી પહોંચ્યા. ચાતકને અમૃત મળી ગયું, અને સ્વાતિ નક્ષત્રને સુખરાજ જેવા મતી મળી ગયા.
હું શું ચાહું છું થાય કે ન થાય પરંતુ મારો આત્મા એ જ ઇચ્છે છે કે સામ્પ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ માત્ર શ્રી ભગવાન મહાવીરના ઝંડા નીચે એકત્રિત થઈને મહાવીર પ્રભુની જય બોલે. જૈન સમાજની વૃદ્ધિને માટે એક એવી જૈન વિશ્વ વિદ્યાલય” નામની સંસ્થા સ્થપાય કે જે દ્વારા પ્રત્યેક જૈન શિક્ષિત થઈને ધર્મની મર્યાદામાં રહીને રાજયાધિકારમાં જેનોની વૃદ્ધિ કરે. ફલસ્વરૂપ બધા જેનો શિક્ષિત બને, કઈ ભૂખ્યા ન રહે. શાસનદેવતા મારી આ ભાવનાઓ સફળ કરે એ જ ચાહુ છું.
– વલભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org