________________
૩૫૪
જિનશાસનન
- પ્રવેશના સમયે આપેલ વચન અનુસાર શ્રી ધરમચંદજી અમીચંદજી સરપંચ તથા શેઠ એટરમલજી ભૂરમલજીએ પ્રાથમિક (સરકારી) કન્યાશાળાના મકાનનું ખાતમુહૂર્ત (૨૪–૧૦-૬૯) કર્યું.
કાર્તક વદિ ૩ તા. ૨૯-૧૦-૬૯ ના ગુડા બાલેતરાથી શેઠ ચંદનમલજી તથા શ્રી હેમરાજજી બન્ને ભાઈઓ સહિત સાઠ શ્રાવક ભાઈઓને એક ભક્તિસંઘ દર્શનાર્થે આજે. પાંચમના દિવસે સેવાડીથી સરદારમલજી કોઠારી તથા સાતમના દિવસે લાલા રતનચંદજી, ઓમપ્રકાશજી દિલ્હીથી તીર્થયાત્રા જતાં મધ્યમાં દર્શનાર્થે આવ્યા હતા. ગુરુદેવે મંગળ આશીર્વાદ આપ્યા, ધર્મચર્ચા થતી રહી. રાતા મહાવીરજીમાં સિદ્ધચક પટનું શુભ મુહૂર્ત નિશ્ચિત થયું. કાર્તિક માસની સંક્રાન્તિ પર કાયાગ્રામની ધર્મશાળા નિમિત્ત ફંડ એકત્રિત થયું. શ્રી ભણશાલીએ વરકાણું વિદ્યાલયના નવનિર્મિત હલના ઉદ્ઘાટન માટે પ્રાર્થના કરી, શ્રી ભણશાલીજી લગભગ ૪૦ વર્ષથી વરકાણા વિદ્યાલયની અનુપમ સેવા કરીને પિતાના જીવનને ધન્ય બનાવી ગયા. તેમની સેવાની યાદ ગેડવાડ કેમ ભૂલી શકે ?
લુણાવા શ્રીસંઘ સાથે ખમતખામણું કરીને સં. ૨૦૨૬ માગશર વદિ એકમ તા. ૨૪-૧૧-૬૯ ના રોજ સવાડી તરફ વિહાર કર્યો. સૂરિપદ પૂજાના નિમિત્તે આચાર્ય શ્રીમદ્ વિજયજમ્ભ સૂરીશ્વરજી મહારાજના આગ્રહ તથા શ્રીસંઘના આગ્રહથી અહીં ચોથ સુધી સ્થિરતા થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org