________________
જિનશાસન
વપર
પંજાબ કેસરી ગુરુદેવની પંદરમી નિર્વાણતિથિ ખૂબ આનંદ-ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. દિલ્હીથી શ્રી રામલાલજી આદિ સપરિવાર આવ્યા હતા. બીજા પ્રસંગોએ પણ નકેદરનિવાસી લાલા કુન્દનલાલજી, ધારાસભાના સદસ્ય શ્રી રતનચંદજી તથા સંક્રાન્તિ અવસરે ગુજરાતી, પંજાબી, બિકાનેરી ભાઈઓને માટે સમૂહ ભક્તિલાભ પ્રાપ્ત કરતો રહ્યો.
દુષ્કાળની પરિસ્થિતિ હેવાથી હરિજન ભાઈઓએ ગુરુદેવને પશુઓ અને મનુષ્યને પીવા માટે પંપ લગાડી દેવા માટે પ્રાર્થના કરી. શ્રીસંઘના ભાઈઓએ ગુરુદેવની પ્રેરણાથી ઉચિત પ્રબંધ કરી આપે.
આહારને મંદિરમાંથી કેટલીક મૂર્તિઓ આદિની ચેરી થઈ જવાથી રાજસ્થાનના મુખ્યમંત્રી તથા અધિકારીઓને શીઘ્ર કાર્યવાહી કરવાને માટે પ્રસ્તાવની નકલ તથા તાર અને પત્રાદિ મેકલવામાં આવ્યા.
સં. ૨૦૨૬ આ સુદિ ૬ થી આસો સુદિ પૂનમ સુધી (તા.૧૭-૧૦-૬૯ થી ૨૫–૧૦–૬૯ સુધી) નવપદજીની એળીનું ઉઘાપન અપૂર્વ ભવ્યતાથી પૂર્ણ થયું.
બે ભાગ્યશાળીઓએ આ કાર્યની પૂર્ણતાને માટે સાત સાત હજાર રૂપિયાનું દાન આપ્યું. એળીની તપસ્યાના પારણાને માટે અચલચંદજી ભબુતમલજીએ દસ હજાર જમા કરાવ્યા, જેના વ્યાજમાંથી દર વર્ષે તેમના તરફથી તપસ્વીઓને પારણાં કરાવવામાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org