SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. પુણ્ય જાગ્યું — — — — વિક્રમ સંવત ૧૯૬૬માં પુખરાજજી તથા સુખરાજજી બને ભાઈ એના મનમાં મહાતીર્થાધિરાજ શ્રી શત્રુંજય(પાલીતાણા)ની યાત્રાની ભાવના જાગી. આ પવિત્ર તીર્થને મહિમા તે કેવલ ભગવાન જ કહી શકે. જેની કણ કણ પ્રદેશભૂમિમાં અનંત સિદ્ધ થયા છે, કર્મશત્રુ પર વિજય પ્રાપ્ત કરાવવાવાળું આ પાવન તીર્થી ભવ્ય જીને પ્રાણથી પણ પ્યારું છે. આ તીર્થની બળ યાત્રા કરીને ભવ્ય જીવે નર્કનિગદ તથા તિર્યંચગતિનાં દુઃખનું નિવારણ કરે છે. આ પવિત્ર તીર્થનું નામ સાંભળતાં જ ભક્તોના મનમયૂર નાચી ઊઠે છે. કવિની વાણ ગાય છે કે : “યાત્રા નવાણું કરીએ, વિમલગિરિ યાત્રા નવાણું કરીએ.” આવા પરમ પવિત્ર તીર્થની યાત્રા માટે બંને ભાઈઓ ચાલી નીકળ્યા. જાણે રામ-લક્ષમણ સંસારનું કલ્યાણ કરવાને માટે જઈ રહ્યા છે. ભાવનાના રંગમાં રંગાયેલા બંને શિવપુરના મુસાફર શત્રુંજય તરફ દાદાની શીતળ છાંયડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy