________________
જિનશાસનન પર ઉપકાર કરી શકે છે. આવા આત્માને વીર વ્યક્તિ જ મેળવી શકે છે. આ આત્મબળ વિપત્તિઓ જ આપે છે.
આપણા ચરિત્રનાયક સુખરાજ પણ ઉદાસ હોવા છતાં હતાશ ન થયા. બાળપણની અપરિપક્વતાને ઉદ્વિગ્નતાને લીધે વિષાદ વધી ગયે હતા પણ જ્ઞાનદૃષ્ટિથી જોતાં આ બધું સહ્ય બની ગયું. અહીં વડીલબંધુ પુખરાજજીએ ભૈર્ય આપીને તેનું ધ્યાન કાપડના વ્યાપાર તરફ વાળી દીધું. પણ પુખરાજજીને ક્યાં ખબર હતી કે આ ધર્મ રૂપી પુખરાજ (રત્ન)ના પ્રેમીને વસ્ત્ર વેચવાં અને માપવાં ક્યાંથી ગમે?
એ તે પગ પગ માર્ગ માપીને ઈર્ષા સમિતિનું પાલન કરવા માટે સંસારમાં આવેલ છે. રંગબેરંગી વસ્ત્રો તેને નથી આકર્ષી શકતાં.
મારી વિશ્વવિદ્યાવિરાટની ભાવના આજની નથી પણ વર્ષોથી હુ તેની કલ્પના કરી રહ્યો છું. માત્ર છાત્રાલયેથી મને સંતોષ નથી. વિશ્વવિદ્યાવિરાટ એ જૈન સમાજના સમુત્થાન માટેનું વિદ્યાધામ બની રહેશે.
સમયે સમયે પરિવર્તન થયાં છે. દ્રય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે સમયનાં એંધાણને ઓળખીને સમાજના કલ્યાણ માટે યોગ્ય ફેરફાર કરવા જોઈએ. ભૂતકાળમાં આપણું પૂર્વજોએ સમય પ્રમાણે ફેરફાર કર્યા છે.
– વલભસુધાવાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org