________________
જિનશાસનરત્ન
૧૩
રહે છે. સચમુચ સંસારનાં બધાં પ્રાણીએ મરણુશીલ છે, કેવલ તું જ અમર છે, તું જ અપરાજિત છે.
અહીંયાં દુઃખ સમાપ્ત થઈ જાત તે તે સારુ હતું પર તુ ભવિતવ્યતાને તા હજી ઘણુ કરવાનું બાકી હતું. સેાનાને માત્ર કસોટી પર પરખવાનું જ નહેતું પણ અગ્નિમાં તપાવીને ક્રમના હુઘેાડાના પ્રહાર પણ સહન કરવા બાકી હતા.
મહાન પુરુષોના મા હુ ંમેશા કાંટાથી ભરેલા હાય છે. ભય'કર વિધ્નાની આગમાં પણ તેમનું જીવનધન ચમકી રહે છે. જે સત્યને રસ્તે ચાલે છે તેને રસ્તે નથી હતું કેાઈ શરણુસ્થાન, નથી હાતું કાઈ ઘટાદાર વૃક્ષ, પરંતુ તે એક દૃઢ નિશ્ચયપૂર્વક એ રસ્તે ચાલ્યેા જાય છે, અને તે રસ્તે પેાતાની યાદનાં મધુર સ્મરણા મૂકતા જાય છે. તે તે જવાલાસુખીની જેમ પૃથ્વીમાંથી ઉદ્દભવે છે અને હિમાલયની જેમ ઊંચે ચઢીને પેાતાની ઉચ્ચતાનું દર્શન કરાવતા જાય છે.
આપણા ચરિત્રનાયક સુખરાજને પણ ભીષણ વનેમાંથી પસાર થવાનું નિમિત્ત હતું. દુઃખના ડુંગરાઓની કેડીઓમાં સફર કરવાની હતી. અરે! ભારે વજ્રપાત થઈ ગયા. જીવનના એકમાત્ર આધાર પિતાજી પણ સ્વગે સિધાવ્યા. સુખરાજનાં આંસુએ પર યમરાજે દયા ન કરી.
સુખરાજ પર વિપત્તિઓને પહાડ તૂટી પડયો. પ્રકૃતિ જેને મહાન બનાવવા ચાહે છે, તેની વિધવિધ પ્રકારે પરીક્ષા પણ લે છે. આવા મનુષ્ચાને બલિષ્ઠ આત્મા જ સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org