________________
જિનશાસનરતન
૩૪૭ વલ્લભ કીર્તિસ્તંભ તથા ફાલના કોલેજના પ્રાંગણમાં નિર્માણ થયેલ મંદિર આદિની પ્રતિષ્ઠાઓ વગેરે કાર્યો થયાં. દાદાગુરુ, પંજાબ કેસરી ગુરુદેવ, કાલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાર્યજી મહારાજ તથા અકબરપ્રતિબંધક જગદ્ગુરુ દેવા શ્રી હીરવિજયસૂરીશ્વરજીની જયંતીએ મેટા સમારંભપૂર્વક ઊજવવામાં આવી. આચાર્યશ્રીના આદેશથી જુદાજુદા સાધુઓ જુદાં જુદાં ગ્રામ તથા નગરોમાં ચાતુર્માસ માટે ગયા હતા. તેમ જ ઉચિત અવસરેમાં ઉપદેશાદિ નિમિત્ત વિહાર કરતા રહ્યા. અહીં સંક્રાન્તિ પર્વ ખૂબ ભક્તિપૂર્વક ઊજવાયું. વકાણ ભજનમંડળી તે ભક્તિભજનથી ઉત્સવની શોભા વધારી રહી હતી.
સંક્રાતિ ઉત્સવ પર બિકાનેર, પંજાબ, દિલ્હી, આગ્રાથી ભાઈઓ અધિક સંખ્યામાં આવ્યા હતા. કારણ કે તેઓને મારવાડની પંચતીર્થની યાત્રાને પુણ્ય અવસર પણ અનાયાસે પ્રાપ્ત થઈ જતો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org