________________
३४६
જિનશાસન રતન
છે પણ એટલા જ આદર્શ ગુરુભક્ત તેમ જ ગુરુના આદેશ પાલક છે.
અહીં શ્રીવિયજી (પન્યાસ) મહારાજ પણ સંઘમાં એકતા આદિ આભ્યન્તરિક ઉનતિના ઉપાય કરતા રહે છે.
બીજા બધા સાધુઓ સેવાભાવથી પ્રેરિત થઈને આ બધા ધર્મ પ્રભાવનાનાં કાર્યોને સમભાગી છે. આપણું ચરિત્રનાયકને વરદ હસ્ત બધા શિષ્ય, પ્રશિષ્ય તેમ જ સર્વશ્રીસંઘ પર છે. એટલે તે બધાએ મળીને દાદાગુરુ તેમ જ પંજાબકેસરી ગુરુરાજનાં પુણ્યક્ષેત્રને રૂડી રીતે સંભાળી લીધાં છે.
સમભાવી શ્રી જનકવિજયજી મહારાજે ગ્રામિણ. ક્ષેત્રોની સંભાળની જવાબદારી ઉપાડી લીધી છે.
આ બધી ગુલશનની ક્યારીઓના સિંચનાર્થ શ્રી સમુદ્રગુરુનું ગોડવાડમાં ચાતુર્માસ અનિવાર્ય હતું.
ફાલના પરગણાની સંસ્થારૂપી વેલીઓ સિંચનાર્થ અત્યંત ઉત્સુક હતી.
કઈ જ્ઞાન–સ્વાતિ નક્ષત્રનું બિંદુ મળે અને મૌક્તિક બની જાય. ફલસ્વરૂપ ગુરુદેવનું ચાતુર્માસ લુણાવામાં થયું.
આ ચાતુર્માસની ધર્મપ્રભાવનાની વિશેષ માહિતી તે નથી પણ સંક્ષેપમાં આ ચાતુર્માસની કેટલીક વિશેષતાઓ. નિમ્નલિખિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org