________________
જિનશાસનના તેમને પ્રાણથી પ્રિય હતા અને વર્ષો સુધી પંજાબની સેવા કરી તેમણે પંજાબને ધર્મભાવનાથી પ્લાવિત કર્યો હતે. આત્માનંદ જૈન મહાસભા (પંજાબ) શતાબ્દી સમારોહની બધી જવાબદારી લેવા તૈયાર છે. પંજાબનાં ગામેગામ ને શહેરે શહેર આ સમારોહમાં પિતાની શ્રદ્ધાંજલિ આપવા તૈયાર છે. કૃપાળુ! અમારી પંજાબ શ્રીસંઘની નમ્ર પ્રાર્થના છે કે શતાબ્દી સમારોહને લાભ અમને મળવું જોઈએ. અમે હજારે ગુરુભકતનું સ્વાગત કરવા તત્પર છીએ.
મુંબઈના આગેવાનોએ વિનંતિ કરતા જણાવ્યું કે પંજાબની ગુરુભક્તિ તે અનુપમ છે અને ગુરુદેવ પંજાબના પ્રાણપ્યારા હતા.
પણ મુંબઈ શહેર ગુરુદેવનું ત્રાણું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા એ ગુરુદેવનું વિદ્યાધામ તીર્થધામ છે. ગુરુદેવનું સમાધિમંદિર મુંબઈમાં છે. મુંબઈમાં ગુરુદેવના હજારે સૌરાષ્ટ્રવાસી–ગુજરાતી–મહારાષ્ટ્રી–પંજાબી–રાજસ્થાની ગુરુભક્તો છે. મુંબઈમાં શતાબદી સમિતિ રચાશે. મુંબઈ દેશદેશના ગુરુભક્તોનું ભાવભર્યું સ્વાગત કરશે અને ભક્તિ કરશે. ગુરુદેવના અંગ્રેજી-હિન્દી-ગુજરાતી જીવનચરિત્રની પણ ચેજના છે. સમિતિ સમારોહ ખૂબ શાનદાર રીતે ઊજવશે. આ પ્રસંગે ગુરુદેવના શિષ્ય, પ્રશિષ્ય, પૂ. સાદવજીએ પધારશે અને ધર્મનાં અજવાળાં પથરાશે.
એક વિદ્યાર્થી શિક્ષણ ટ્રસ્ટની પણ રોજના છે. મુંબઈના મધ્યમાં ક્રોસ મેદાનમાં વલભનગર રચાશે અને ત્રણ દિવસને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org