________________
જિનશાસનરન
નેનાં ભાષણાથી સ્વર્ગીય વાતાવરણુ બની ગયું. બધાએ ગુરુમહારાજના દીર્ધાયુની પ્રાર્થના કરી.
શ્રી ગંગાનગરમાં આનદપૂર્વક પ્રતિષ્ઠાકાય સોપ્ત કરીને ફરી ગુરુદેવ સુરતગઢ પધાર્યાં. બીજી સંક્રાન્તિ પણ અહી થઈ. પંજાબ, બિકાનેર આદિથી આવેલ ભાઈ એની ભાજન આદિની ભક્તિ એક તેરાપથી ભાઈએ ભક્તિભાવપૂર્ણાંક ઉલ્લાસથી કરી. અહીથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા લૂણુકરણસર આવ્યા. અહીં વીરપ્રભુનુ મંદિર છે. પરંતુ પૂજા કરવાવાળા એક પણ જૈન નથી. ખધા તેરાપંથી ભાઈ આ છે, પરંતુ પ્રેમી છે.
૩૧૫
બિકાનેર આદિથી પધારવાવાળાં બધાં ભાઈબહેનેાની ભક્તિ તેરાપ`થી શ્રી જેઠમલજીના પરિવારે કરી અને તેમના તરફથી તેમના જ મકાનમાં ખૂબ આનંદઉત્સવપૂર્વક પૂજા ભણાવવામાં આવી. અહીં પહેલાં બધા મંદિરમાી હતા. લૂણુકરણ પછી સ્થાન સ્થાન પર બિકાનેરનાં ભાઈબહેન દશનાર્થે આવતાં રહ્યાં.
લૂણુકરણસર પધારવાથી અત્યંત આનદપૂર્વક પ્રવેશ થયા. મિકાનેરની પાસે પહોંચીને આપણા ચરિત્રનાયક ગુરુદેવે બધા સાધુ-મુનિરાજોને હિતકર ઉપદેશ આપ્યા, “સયમધારી મુનિવરેા ! સાવધાન ! બિકાનેરમાં જાગૃતિને શખ અજાવવાને છે. મધી રીતે સાવધાન થઈને ક્રમર કસી લ્યે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org