________________
. ૩૧૬
જિનશાસનરત્ન
આપણા ચરિત્રનાયકને ખૂબ હર્ષ થયે. ત્રણે સંપ્રદાયેએ મળીને અભિનંદન પત્ર સમર્પિત કર્યું. ત્રણે સંપ્રદાય તરફથી નિર્માણ કરેલ વિશાળ જનભાવન છે.
પ્રતિષ્ઠાના શુભ પ્રસંગ પર બિકાનેર-પંજાબ આદિનાં સેંકડો નરનારીઓએ લાભ લીધે. | મારકેટલા, પંજાબ શ્રી આત્માનંદ જૈનલની ભજનમંડળી સ્કૂલના પ્રમુખ લાલા દિલારામ જ્ઞાનચંદજી અગ્રવાલ જૈનના નેતૃત્વમાં આવીને પ્રતિષ્ઠા મહોત્સવની શેભા વધારી દીધી.
સભાઓમાં તથા રથયાત્રાના જુલૂસમાં ભજનમંડળીનાં ભક્તિભાવભર્યા ભજનો જોઈને ત્યાંની જૈન-અજૈન જનતાએ જૈન ધર્મની ખૂબ પ્રશંસા કરી. જૈન સાધુઓના ત્યાગથી જનેતરે પ્રભાવિત થયા. સદૈવ જૈન ભવનના વિશાળ ભવનમાં ગુરુદેવ તથા અન્ય મુનિ મહારાજે તેમ જ તેરાપંથી સાધુ મહારાજે એક સાથે બેસીને વ્યાખ્યાન આપતા હતા.
બિકાનેરનિવાસી શેઠ સિદ્ધકરણજી સૂરજમલજી વૈદ દ્વારા નિર્માણિત શિખરબંધી દહેરાસરની ખૂબ ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા થઈ.
સનાતની ભાઈઓ, આર્ય સમાજ ભાઈએ વગેરે બધા વર્ગની જનતા ગુરુમહારાજના શાંત સંયમમય સ્વભાવથી ખૂબ આકર્ષિત થયાં. અનેક સભાઓ થઈ. વિદ્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org