________________
જિનશાસનરત્ન.
અને અચાનક આપત્તિને પહાડ તૂટી પડવે એક વિષમ વિપત્તિ હતી. આ બાર વર્ષના સુખરાજ અને પૂજ્ય માતાને વિયાગ ! સુખરાજને હવે સુખ ક્યાં? તેનું તે સર્વસ્વ યમરાજે અપહરણ કરી લીધું હતું. “જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી” તે દેશભક્તિનું અમર વાક્ય છે.
માતાનો વિયોગ બાલ્યકાળના બાગમાં પાનખરનું આગમન મનાય છે. સુખરાજનું મન દુઃખી દુઃખી થઈ ગયું. ગૃહસ્થીને આધાર છીનવાઈ જવાથી સુખરાજના પિતાશ્રી શેભાચન્દ્રજીના હૃદયની શોભા પણ કંઈક અંશે નષ્ટ થઈ ગઈ હતી. પરંતુ તેમને પિતાની ઉદાસીનતાની વિશેષ ચિન્તા નહેતી પણ પિતાના લાડલા સુખરાજના સુખની વિશેષ ચિંતા હતી.
વાત્સલ્યરસનું તળાવ સુકાઈ ગયું. વિયેગથી તપેલી લૂ જીવનલતાને બાળી રહી. રહી રહીને અંતરની જવાલા રોમરોમને દઝાડી રહી. સુખરાજનો સુખને નિધિ આયુકર્મને ચોર ચોરી ગયો. જો કે સુખરાજ તે સુખધામ. (મોક્ષ)ના ઉપાસક બનીને સંસારમાં આવ્યા હતા, પરંતુ બાલ્યકાળની મુગ્ધ મતિ. માતૃવિયેગને વજી પાત–ઘનઘોર દુઃખનો દાવાનલ અને આ બધાની સાથે યુદ્ધ કરવાવાળા પારિજાત જેવા કેમળ સુખરાજ ! કેવી કેવી વિષમ વિડંબનાનો કાળ બની ગયા ! પરંતુ સુખરાજ તે શ્રાવકના પુત્ર હતા, તેમ જ ધર્મપ્રિય દંપતીનાં નયનાના તારા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org