________________
જિનશાસનન
સામ્રાજ્યમાં આનંદમગ્ન રહેવા લાગ્યો. પરંતુ “સબ દિન હેત ન સમાન”—બધા દિવસે સરખા નથી હોતા એ અનુસાર સર્વદા પૂર્ણિમા નથી હોતી તેમ જ સર્વદા અમાવાસ્યા પણ નથી હોતી. સુખ અને દુઃખ પણ દિવસના પ્રકાશ અને રાત્રિની છાયા સમાન હોય છે. “નીર્ગચ્છત્યુ પરિ ચ દશા ચકનેમિકમેણ” જે સૂર્ય પ્રાતઃકાળે પ્રતાપયુક્ત ઊગે છે, સાયંકાળે તે જ સૂર્ય ઉદાસી સહિત અસ્ત થાય છે. ફૂલનું વિકસિત થવુ પણ ચીમળાઈ જવાનું પહેલું રૂપ છે.
આપણા સુખરાજ પણ અધિક દિવસ સુખી ન રહી શક્યા. જાણે આ એક ચેતવણી હેય કે સુખરાજ, સંસા૨નાં સુખ ક્ષણિક હેય છે. જે આ સંસારમાં અવિનાશી સુખ હોત તે તીર્થકરે અને ચકવતી ઓ તેને છોડીને દીક્ષા શા માટે અંગીકાર કરત ?
સુખસમૃદ્ધિમાં પાલનપોષણ મેળવતાં મેળવતાં સુખરાજને પણ માતાનો વિયોગ જે પડ્યો. પરંતુ આપ સાધારણ બાળક નહતા. જે મહાન બનવા જન્મ ધારણ કરે છે તેને દુઃખની આંધીએ થડે સમય સન્તાપિત કરી જાય છે, પણ અધિક સમય સુધી તેને વિહિત કે વિચલિત નથી કરી શકતી.
એ અવશ્ય છે કે અકાળે આવી પડતી વિપત્તિ મહાનમાં મહાન પુરુષને વિચલિત કરી દે છે. બાળપણને નિશ્ચિત સમય, કલ્પનાનાં સ્વપ્ન માણવાનો સમય, વિવેઘાનમાં કેયલ કે બુલબુલની સમાન ગુંજારવ કરવાનો સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org