________________
૩૦૨
જિનશાસનરત્ન
માંસ-ઈંડાં આદિના ભક્ષણની પ્રેરણ દેવાવાળા બધા પાઠ પાઠ્ય પુસ્તકોમાંથી કાઢી નાખવા માટે ખૂબ જોરશોરથી આંદોલન થવું જોઈએ. કિનારી બજાર શહેરના મધ્ય ભાગમાં હવાથી દર્શનાર્થીઓને ધસારે અટૂટ રહો. માગશર વદિ એકાદશીના રોજ શાહદરાના માર્ગથી બતિ તરફ વિહાર કર્યો. એકડા, સિસૌના થઈને માગશર શુદિ એકમના રોજ બડત પધાર્યા.
દિવ્ય સંદેશ પ્રાણીમાત્ર તરફ મૈત્રીભાવ રાખ એ જેનધર્મને મુખ્ય ઉદ્દેશ છે, તેથી તો જૈનધર્મ વિશ્વધર્મ થઈ શકે છે. વિજ્ઞાનને પ્રજા પ્રજા અને રાષ્ટ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે કામે લગાડીએ, વૈરવૃત્તિ, શોષણનીતિ, સત્તાશાહી, રંગભેદ અને સામ્રાજયલાલસા તમામ રાષ્ટ્રોમાંથી નાબૂદ થશે ત્યારે જ વિશ્વશાંતિ તેમ જ આત્મશાંતિને દિવ્ય સંદેશ જગતના ખૂણે ખૂણે પહોંચશે. આ ભગીરથ કાર્ય આપણા ભારતે જ કરવાનું છે અને તે માટે કટિબદ્ધ રહેવું પડશે.
– વલ્લભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org