________________
જિનશાસનરત્ન
ગુરુદેવને ભેટ કર્યા. એક્તાને સુંદર વાર્તાલાપ થયો. મુંબઈ સ્વયંસેવક મંડળને ૬૦૦ ભાઈ-બહેનને યાત્રા સંઘ આવ્યા. દિલ્હી શ્રીસંઘે તે યાત્રાસંઘનું ભાવભર્યું સ્વાગત કર્યું.
એ અવસર પર મુંડારા(રાજસ્થાન)થી શ્રી બનાજીના - સંઘપતિત્વમાં ૭૦૦ યાત્રીઓને સંઘ આળે. આનંદમંગળ છવાઈ રહ્યો. દિલ્હી શ્રીસંઘે પૂર્ણ સેવાનો લાભ લીધો.
ભીનમાલ(રાજસ્થાન)થી પણ ૭૦૦ યાત્રિકોને સંઘ આવ્યા. દિલ્હીનો દરબાર આપણું ચરિત્રનાયક ધર્માચાર્ય ગુરુદેવની છત્રછાયામાં ધર્માથીઓથી અનુપમ શેભી રહ્યો.
પંજાબકેસરી ગુરુદેવને જન્મદિન અતિ ભક્તિભાવપૂર્વક ઊજવાયે. જોતિષાચાર્ય પં. રામચંદ્રજી શર્મા, B. રામકુમાર જૈન MLAનાં ભાષણે તથા તેમના સુપુત્રનાં ભાવભર્યા ભક્તિભજને પ્રભાવશાળી રહ્યાં.
શ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજ, શ્રી પદ્મવિજયજી મહારાજ તથા અન્ય કેટલાક ભાઈઓએ પિતાના . વિચાર પ્રદર્શિત કરી ભક્તિપુષ્પ અર્પણ કર્યા.
લુધિયાના નિવાસી શ્રી શાન્તિદેવીએ જૈન ધર્મ પર સુંદર ભાષણ આપ્યું. છેવટે પૂજ્ય ગુરુવારે ફરમાવ્યું કે પંજાબ કેસરી ગુરુદેવની સાચી ભક્તિ તેઓશ્રીનાં કાર્યોને જીવંત રાખવા તથા તેઓશ્રીના ઉપદેશનો અમલ કરવામાં છે. પછીથી ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. બીજે દિવસે ગુરુદેવે ત્રણ વર્ષ પછી આવતી ગુરુ ભગવંતની શતાબ્દીને માટે આજથી તિયારી કરવા પ્રેરણાત્મક આદેશ આપ્યા.
Jain Education International
:
For Private & Personal Use Only
WWW.jainelibrary:org