________________
૨૯૮
જિનશાસનના
રથી સંગીતકાર પણ આવ્યા. લાલા રતનચંદ રિખવદાસજી જૈને ગુરુદેવની ભક્તિ સ્મારકરૂપે રૂા. ૩૧,૦૦૦) એકત્રીસ હજાર ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ રૂપે આપવા માટે દાનરૂપમાં આપવા ઉદારતા દર્શાવી. તેમણે ગુરુભક્તિ તથા લક્ષ્મીના સદુઉપગનું સાચું પ્રમાણ દર્શાવ્યું–જીવન ધન્ય બનાવ્યું.
સંવત્સરીના દિવસે શ્રી બારસાસૂત્ર લાલા દીનાનાથ દેવરાજજીએ ૨૦૧ મણની બેલીથી વહોરાવ્યું. સેવાભાવી મુનિશ્રી શાંતિવિજયજીએ વાંચી સંભળાવ્યું. અને ગુરુદેવે પાટ પર પધારી ક્ષમતક્ષામણુ કર્યા. શ્રીસંઘે પણ ક્ષમતક્ષામણુ કર્યા.
કિનારી બજારથી શ્રીસંઘ ખમતખામણને માટે આવે અને કિનારી બજાર પધારવાની વિનંતી કરી.
અકબરપ્રતિબંધક જગદ્ગુરુશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી સમારેહપૂર્વક ઊજવવામાં આવી. ક્ષમાપના ઉત્સવનું દૃશ્ય અનુપમ હતું. બહારથી લગભગ ૫૦૦ ભાઈએ પધાર્યા હતા. અનેક ભાઈઓએ ભાષણ. કર્યું છે. શ્રી પૃથ્વીરાજજી M. A. તથા છે. શ્રી રામકુમારજી M. A. નાં માનનીય ભાષણ થયાં. સાધ્વીશ્રી પ્રિયદર્શનાજીનું ભાષણ સારગર્ભિત હતું. જૈન ભારત મહામંડળ તરફથી ક્ષમાપનાદિન ધામધૂમથી મનાવવામાં આવ્યું.
શ્રી આત્માનંદ જૈન મહાસભામાં અધિક સક્રિયતા લાવવાને માટે ખાસ ખાસ મહાનુભાવની એક સભા બેલા--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org