________________
૨૮૦
જિનશાસનન
અહીં સ્થાનકવાસી પ્રધાનાચાર્ય શ્રી આનંદ ત્રાષિજી મહારાજે જગરાવાથી વિહાર કરીને રાયકેટ જતાં મધ્યમાર્ગમાં અહીં સ્થિરતા કરી હતી. ઉભય ગુરુરાજનું ભારે ભાવપૂર્વક મિલન થયું.
આપણા ચરિત્રનાયક ગુરુદેવને દીક્ષા પર્યાય, આચાર્ય પદ, આયુષ્ય પિતાનાથી અધિક જાણીને તેઓશ્રીને ભારે પ્રસન્નતા થઈ. ધર્મપ્રભાવના, શાસનપ્રભાવનાનાં કાર્યોમાં વિશેષ પ્રવૃત્તિ કરવા દર્શાવ્યું. અહીંથી વિહાર કરીને આપણું ચરિત્રનાયક ફરી જગરાવા આદિ થઈને જરા પધાર્યા. સં. ૨૦૨૩નું ચાતુર્માસ જીરામાં નિશ્ચિત થયું હતું.
- તે તરફ ગણિ જનકવિજયજી મહારાજ યમુનાનગર થઈને પંચકૂલા પહોંચ્યા. જૈનેન્દ્ર ગુરુકુલમાં શ્રી કૃષ્ણચંદાચાર્ય સાથે સમાજની વર્તમાન પરિસ્થિતિ પર વાર્તાલાપ થયે.
તેમણે શ્રી સમુદ્રસૂરિજી મહારાજનું ઉત્તમ ચારિત્ર્ય તથા મૌનસંયમની ભારે પ્રશંસા કરી. વકતૃત્વકલા તે ક્ષણિક ભાવુક્તા જગાવે છે, પણ મૌન સાધુના સ્થાયી નિર્માણની સાધના પ્રગટાવે છે.
અહીં ગુરુમહારાજ તથા શ્રી જયવિજયજી (પન્યાસ) આદિનાં પ્રવચન જીરાનગરની સનાતન ધર્મસભા, જેના સ્થાનક તેમ જ નગરના ચેક આદિમાં થતાં રહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org