________________
જિનશાસનરન
૨૭૮
અહીંની મ્યુનિસિપાલિટીના પ્રધાન એક અગ્રવાલ ભાઈ છે. તેમના પિતા આદિ પરિવારના સભ્યો ગુરુદેવ આચાર્ય ભગવંતના ઉપદેશથી જૈન ધર્મના અનુયાયી થઈ ગયા હતા. પ્રભુપૂજા આદિ ધર્મકાર્ય કરતા રહેતા હતા.
મ્યુનિસિપાલિટીના પ્રમુખ આ ધાર્મિક પિતાના સુપુત્ર છે. તેમની રુચિ પણ ધર્મકાર્યમાં પિતાના જેવી છે. તે જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. તેમણે જ ગુરુદેવની પ્રેરણાથી
મ્યુનિસિપાલિટીમાં વરસમાં છ દિવસ તલખાનાં બંધ કરાવવાને પ્રસ્તાવ પાસ કરાવ્યું હતું.
રાયકેટમાં સંક્રાતિ ઉત્સવ ઊજવા એજ દિવસે શ્રી આમાનંદ જૈન મહાસભાની મીટિંગ હતી. તેથી દિલ્હી, જીરા, માલેકટતા તથા પંજાબનાં બીજા શહેરમાંથી અનેક ભાઈ પધાર્યા હતા. મારકેટલા, જીરા, લુધિયાના આદિ શ્રીસંઘેએ ચાતુર્માસ માટે વિનંતી કરી. દિલ્હી, રાયકેટ શ્રીસંઘને પણ ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ હતે.
લાભાલાભને વિચાર કરીને જીરા ચાતુર્માસ કરવાની અનુમતિ આપવામાં આવી.
પરમ ગુરુદેવ ન્યાયનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજની સ્વર્ગવાસતિથિ જેઠ શુદિ અષ્ટમીના રોજ અત્યંત ઉલાસપૂર્વક ઊજવવામાં આવી.
આ દિવસે જીરાના શ્રીસંઘની ચાતુર્માસની વિનંતીની અનુમતિ જાહેર કરવામાં આવી. અહીંથી જીરા તરફ પ્રવાસ કરતાં બસિયા પધાર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org