________________
જિનશાસનના
૨૬૭
સ્વતંત્રતાના દિવસે વ્યાખ્યાન માટે આમંત્રણ મળવાથી ગણિવર્ય શ્રી જનકવિજ્યજી આદિ ત્રણ મુનિ મહારાજે ભાષણ આપવા ગયા. તે ભાષણેને જનતા પર ખૂબ સુંદર પ્રભાવ પડ્યો.
- સાધ્વી શ્રી પ્રિયદર્શનાજીના ભાષણને પણ સુંદર પ્રભાવ પડયો. બધા સાધુગણે પ્રદર્શિત કર્યું કે અહિંસામાં કેટલું બધું બળ છે. ગાંધીજીએ અહિંસાના બળ પર સ્વતંત્રતા મેળવી છે.
જડિયાલાગુરુમાં મૂળ વેરેવાલના પણ હાલ જાલંધરનિવાસી લાલા સરદારીલાલજીની સુપુત્રી સુભાષકુમારીની દીક્ષા ખૂબ ધામધૂમથી થઈ. પુયશ્રીજીની શિષ્યા પ્રદશ્રીજી શુભ નામ જાહેર કરવામાં આવ્યું.
અહીંથી યુદ્ધમાં જતા સૈનિકોને ભેજનાદિથી સંતોષી જૈન સમાજ સેવા કરતો રહ્યો. જેનેની આ ઉદારતાથી જૈન ધર્મની મહિમા ખૂબ થઈ.
અહીં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ખૂબ આનંદપૂર્વક ઊજવાયાં. તપશ્ચર્યા પણ ઘણી થઈ. અહીં કલ્પસૂત્ર વહે રાવવા તથા પંચજ્ઞાન પૂજાની બેલીએ ઘીને બદલે. બ્રહ્મચર્યપાલન, પ્રભુપૂજા, સામાયિક, નવકારમંત્રના જાપ આદિની પ્રતિજ્ઞા પરિણામમાં બેલીઓ થઈ. આ એક નવીન પ્રથાને શ્રીસંઘે વધાવી લીધી. બીજા સંઘે આનું અનુકરણ કરે તે ધર્મપ્રભાવના કેટલી સુંદર થઈ શકે ! આ બેલીની અપૂર્વ નવીન પ્રથા અનુકરણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org