________________
૬૭. બાલીની અપૂર્વ નવીન પ્રથા
જડિયાલાગુરુમાં આપણા ચરિત્રનાયકનું ભવ્ય સ્વાગત થયું. ચાતુર્માસ માટે ગુરુદેવ પધાર્યાં છે તે જાણી સંઘના આખાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરાણી.
શ્રી આત્માનંદ જૈન મહાસભાની વિર્કંગ કમિટીની બેઠક થઈ. ગુરુ મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની શતાબ્દી પાસે આવતી હાવાથી તે માટેની તૈયારી તથા કાર્ય ક્રમ પર વિચારવિમશ થયા.
ચીનના આક્રમણના ભય હવે રહ્યો નથી, તેથી ગુરુ મહારાજે ચીનના આક્રમણને કારણે સાદાઈથી પ્રવેશ કરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી તેની હવે જરૂર રહી નથી. ગુરુદેવની તપ-ત્યાગની બલિહારી છે. પણ હવે આ પ્રતિજ્ઞા રહેવી ન જોઈએ એમ ગુરુભક્તોએ વિનતી કરી તેથી ગુરુમહારાજે ફરમાવ્યું કે જો શ્રીસંઘને એવી પરિસ્થિતિ લાગતી હોય તે મને માન્ય છે. હું તે શ્રીસ ંઘ તથા રાષ્ટ્રની સેવાને માટે જ છું. સંઘને જે ચેાગ્ય લાગે તે. મને મંજૂર છે, પચરંગી તપશ્ચર્યા આનંદપૂર્વક પૂર્ણ થઈ. તેમાં સેંકડો ભાઈ-બહેનાએ લાભ લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org