________________
२१८
જિનશાસનરને
લાલા વૈશાખી શાહના સુપુત્ર ધર્માત્મા લાલા મુલખરાજજી જૈનના સુપુત્ર લાલ ચરણદાસજી જૈને જીવન પર્યંત બ્રહાચર્યવ્રત પાલનની પ્રતિજ્ઞા લઈને કલ્પસૂત્ર વહેરાવ્યું. તેમના વડીલ બંધુ જ્ઞાનચંદજીએ જીવન પર્યત બ્રહમચર્ય પાળવાની પ્રતિજ્ઞા લઈને પ્રથમ જ્ઞાનપૂજન કર્યું. આ બંને ભાઈ એની પત્નીઓએ પણ આજીવન બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા લીધી. ધન્ય એ યુવાની ! ધન્ય એ પ્રતિજ્ઞા ! બીજા અનેક ભાઈઓ થોડા થોડા સમયના બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞાઓ સાથે અનેક બેલીએ બેલ્યા.
જડિયાલાથી મેહરબાનપુરા આદિના માર્ગથી અમૃતસર પધાર્યા. અહીં વ્યાખ્યાન દ્વારા યુદ્ધ સમયના જનતાના કર્તવ્યપાલન વિષે પ્રેરણું આપવામાં આવી.
આપણું ચરિત્રનાયકે ચુમોતેરમું વર્ષ પસાર કરી પંચેતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે શ્રી સંઘના આબાલવૃદ્ધોએ આનંદ-ઉત્સવ મનાવ્યું. બહારથી અનેક સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક ભક્તોના વધાઈના તારે તથા પત્રે આવી રહ્યા.
યુદ્ધમાં સંલગ્ન સૈનિકોને માટે પ્રાયઃ દશ-પંદર હજાર ધાબળા ઈત્યાદિ મેકલવામાં આવ્યા. ગણિવર શ્રી જનકવિજયજી મહારાજ તથા ગુરુદેવનાં પ્રવચને બધા પર ભારે પ્રભાવ પડ્યો. જૈન-અજૈન બધા આ કાર્યમાં સમ્મિલિત થયા. ખેમકરણના નિરાધાર થયેલા ભાઈઓને અન્નાદિની સહાય કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org