________________
. રાજસ્થાનની યશોગાથા
જોધપુર રાજ્યના નામથી પ્રસિદ્ધ પ્રદેશ મારવાડ અથવા મરુધર આજે રાજસ્થાન કહેવાય છે.
સિરોહી રાજ્ય તથા ખ્યાવરની આસપાસ સુધી આ મરુધર ભૂમિની સીમાએ ગઈ છે. રાજસ્થાન રાજ્યના આ અતિ ગૌરવપૂર્ણ પ્રદેશ છે. આ પ્રદેશમાં આબુનાં કલાત્મક જૈન મંદિરે ભવ્ય વાસ્તુકલાને ઝંડો ફરકાવી રહેલ છે. જે ભૂમિનું ગૌરવ અમરસિંહ રાઠોડ તથા દુર્ગાદાસ જેવા વીરાએ વધાર્યું છે, જે ભૂમિના નાના એવા વીર નરેશ વીરમદેવે બાર બાર વર્ષ સુધી દિલ્હીના મહાન સમ્રાટને મુકાબલે કર્યો હતો, જે ભૂમિમાં મકરાણું (આરસપહાણ) પથ્થરની ખાણ છે, જ્યાંના ગૌરીશુન્દ બળદ ભારતપ્રસિદ્ધ છે, જે ભૂમિની બાજુમાં ભગિનીની જેમ મેવાડભૂમિ આવેલી છે, જેના મહારાણા પ્રતાપ તથા દાનવારિધિ ભામાશાહની કીર્તિગાથા સમીરના પ્રવાહની સાથે અરવલ્લી પર્વતમાલાઓની ગુફામાં ગુંજી રહી છે, જેની એક તરફ આબુ, બીજી તરફ જેસલમેર જેવી તીર્થભૂમિએ જેને સ્વર્ગ તુલ્ય બનાવે છે, બિકાનેરની અદમ્ય શોભા જેને અમરાપુરી બનાવી રહેલ છે તે આ મારવાડ ભૂમિમાં મારવાડ જંકશનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org