________________
જિનશાસનરત્ન પ્રાણ તેઓશ્રીની યાદમાં રેઈ લઈએ છીએ, પરંતુ તેમની કીતિની અમરવેલ સદાસર્વદા લહેરાતી રહે છે.
તે તો પાર્થિવ કાયાનો ત્યાગ કરીને વિશ્વના વાતાવરણમાં વ્યાપ્ત થઈ ગયા. પ્રાતઃકાલનો અમૃત વાયુ - ઉપવનની પ્રત્યેક કળીને જીવન પ્રદાન કરે છે. પ્રત્યેક અંધકારપૂર્ણ ગુફામાં ચેતનાનાં નવકિરણો ચમક ચમક થઈ જાય છે. ગુરુદેવ તે સ્વર્ગે સિધાવ્યા. પિતાના પ્રાણપ્યારા સમુદ્ર(વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ)ને તાજ પહેરાવી ગયા. શ્રીસંઘની રક્ષાનો ભાર સોંપી ગયા. તેઓ જાણતા હતા કે શ્રી સોહન ગુરુ(ઉપાધ્યાય સહનવિજયજી મહારાજ)ના મનહારી શિષ્ય જ આ વિષમ કાળમાં જનતાના મનમેહન બની શકશે. તેથી જ આ શાન્ત સમુદ્રને જ ગુણરત્નાકર બનાવી ગયા.
આમ તે ન્યાયામ્બેનિધિ આચાર્ય મહારાજ, પંજાબકેસરીગુરુદેવ તથા વર્તમાન પટ્ટધર શ્રી સમુદ્રસૂરિજી મહારાજ અખિલ ભારતીય જૈન સંઘને છે, તે પણ પંજાબ શ્રીસંઘ પર તેઓને અનુપમ ઉપકાર છે. સાથે સાથે પંજાબ તે ગુરૂભૂમિ છે. શીખ સંપ્રદાયના દશ ગુરુ પણ આ ભૂમિના શૃંગાર મનાય છે. તેથી પંજાબ શ્રીસંઘની ભક્તિ ગુરુચરણમાં અવર્ણનીય તેમ જ પ્રાકૃતિક છે, સ્વાભાવિક છે; કૃત્રિમ નહીં.
આ રીતે ગુરુ વલ્લભના પટ્ટધર શાન્તસૂતિ સૌમ્યાત્મા ૧૦૦૮ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ આ સમયે અમારી નૈયાના ખેવૈયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org