________________
૨૫૬
જિનશાસનર,
હસ્તિનાપુરમાં કેટલાક અનેખા મતવાલા ભક્તો હતા. અનેકવાર મના કરવા છતાં તેઓ ન માન્યા. દિલ્હીનિવાસી લાલા સુંદરલાલજી તથા વિદુષી સાધ્વી શ્રી મૃગાવતી શ્રીજી આદિએ હજારે ભક્તોની સમક્ષ ગુરુદેવને જન્મદિવસ ઉલ્લાસપૂર્વક મનાવ્યું. ભક્તોએ આપને શતાયુ થવાની. પ્રાર્થના કરી.
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘની સમક્ષ આપણું ચરિત્રનાયક ગુરુદેવે ફરમાવ્યું કે હું તે ગુરુદેવને ચરણસેવક છું. આ કાયાને મને મેહ નથી.. આ શરીર દ્વારા જૈન શાસન તેમ જ શ્રીસંઘની સેવા થતી. રહે એ જ મારી સદા સર્વદા ભાવના છે.”
આ પ્રસંગે આપશ્રીના ઉપદેશથી કબાલ ગ્રામની સ્કૂલને માટે છ હજારનું ફંડ એકત્રિત થયું. - હસ્તિનાપુરથી વિહાર કરી મવાના આદિ થઈને મીરટ પધાર્યા.
અહીં આગ્રા સંઘ આગ્રા પધારવાને માટે વિનતિ કરવા આવ્યા હતા. આગ્રામાં શ્રીભગવાન તથા બને ગુરુ દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવા માટે પધારવા આગ્રહભરી. વિનતિ કરી.
શ્રીસંઘ આગ્રાની વિનતિને માન આપીને મીરટથી વિહાર કરી બકસર, હાપુડ, સિકન્દરાબાદ, બુલંદશહેર, ખુજ, અલીગઢ, સાસની, ખજોલી વગેરેમાં ધર્મ પ્રભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org