________________
જિનશાસનન
૨૫૭
કરતાં કરતાં મંગલ વૃદ્ધિ કરતાં કરતાં પિષ શુદિ અષ્ટમી ૧૧-૧-૬પના જ આગ્રાની પાસે પહોંચી ગયા.
ગુરુદેવની પ્રતિજ્ઞાનુસાર બેન્ડવાજા વિના સાદાઈથી પ્રવેશ થશે.
શ્રી જવાહરલાલ લેઢા (શ્વેતાંબર જૈનના સંપાદક), લાલા કિરોડીમલજી, લાલા દીવાનચંદજી, લાલા કપૂરચંદજી આદિએ વિનયપૂર્વક પ્રાર્થના કરી કે ચાતુર્માસમાં જૈન સંમેલન આદિ આગ્રામાં થવાં જોઈએ. સ્થાનકવાસી ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજ પધારવાના છે. વળી દિગંબર મુનિશ્રી અહીં ઉપસ્થિત છે. તેથી આગ્રામાં ખૂબ આનંદ-ઉત્સવ થશે. બધાં ભાઈ–બહેને આ વાત સાંભળીને હર્ષિત થયાં.
મકરસંક્રાતિનું નામ સંભળાવવામાં આવ્યું. આ અવસરે રઘુવીરકુમાર આદિ સંગીતજ્ઞોના સુમધુર ગાયનભજન થયાં. આગ્રામાં દિગંબર સંપ્રદાયના આચાર્યશ્રી દેશભૂષણજીને મળવાનું થયું. વ્યાખ્યાન પણ સાથે થયું. લાલા કપૂરચંદજી આદિની પ્રાર્થનાથી ગુરુદેવ બેલનગંજ પધાર્યા. અહીં મંદિરનું દ્વારા દુઘાટન થયું.
પ્રતિષ્ઠાના અવસર પર મહા વદિ ૬ શુક્રવાર તા. ૨૨ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ પ્રાતઃ દસ વાગ્યા ને ૧૭ મિનિટ તથા ૪૮ સેકન્ડના શુભ મુહૂર્ત શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા ગાદીનશીન (પ્રતિષ્ઠાપિત) કરવામાં આવી. અન્ય ચાર પ્રતિમાઓ પણ આસપાસના ચાર ગેખમાં બિરાજમાન
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org