________________
૬૫. બે પ્રતિષ્ઠા અનુષ્ઠાનો
અંબાલાથી વિહાર કર્યો. ગુરુભક્તોએ ભાવપૂર્વક વિદાય આપતાં આત્મવલ્લભના પ્યારા ગુરુદેવની પ્રતિભાનાં દર્શન કર્યા. વિદાય વેળાએ ઘણું ભાવિકેની આંખડીઓ સજળ થઈ ગઈ.
જન નગરમાં ધર્મોત કર્યો. અહીંથી અંબાલા છાવણું, મલાણા, છપ્પર થઈને જગાધરી પધાર્યા. કેટલાક * ભાઈઓએ માંસભક્ષણના ત્યાગના નિયમ લીધા.
દેવબન્દ, મુજફરનગર, કબાલ, મીરાપુર આદિ થઈને મેડલ ટાઉન પહોંચીને શ્રી હસ્તિનાપુરમાં સં. ૨૦૨૧ માગશર સુદિ ત્રીજ તા. ૭-૧૨-૬૪ સોમવારના રોજ પ્રવેશ કર્યો.
અહીં શ્રીશાન્તિનાથ પ્રભુના નૂતન મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ થવાને હતે. ગુરુ મહારાજે તે માટે પોતાની અનુમતિ આપી. પ્રતિષ્ઠાના વિધિવિધાન કરાવવાને માટે અમદાવાદથી શ્રી ભૂરાભાઈ ફૂલચંદ તથા ભેજક જેઠાલાલ આવ્યા હતા.
શ્રી આત્માનંદ જૈન બાલાશ્રમમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠાવિધિ થઈ. વિધિવિધાનમાં સહાયતા કરાવવા માટે ડાઈથી શ્રી મફતલાલભાઈ ફકીરચંદભાઈ આદિ આ વ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org