________________
જિનશાસનન
૨૫
શ્રી. એસ. કે. પાટિલે અધ્યક્ષપદ શોભાવ્યું. તે રાત્રિએ આયર્લૅન્ડનિવાસી કરુણામૂર્તિ શ્રીમતી રુકિમણુદેવીજીની અધ્યક્ષતામાં ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજના સદુ પદેશથી શાકાહાર સંમેલન મળ્યું. મધ્યપ્રદેશની સરકારે પણ છ વર્ષથી નાનાં બાળકે તથા ગર્ભવતી સ્ત્રીઓને ઈંડાં તેમ જ માછલી આપવાની યેજના કરી હતી આ જનાને પણ રદ કરવા માટે ગુરુ મહારાજે પિતે જોરદાર ભાષામાં પત્ર લખ્યો અને પરિણામ અનુકૂલ રહ્યું.
અંબાલા છાવણ નિવાસી રઇસ લાલા હકમીચંદજી સાહેબની અધ્યક્ષતામાં તા. ૬-૧૨-૬૪ના કાર્તક શુદિ બીજના રોજ ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની. જન્મજયંતી ઊજવવામાં આવી. જ્ઞાનપંચમીની આરાધના. પણ ધૂમધામથી થઈ
નમે જિણાણું જિ અભયાણું”ના સવા લાખ જાપ થયા.
દાનવીર શ્રી સહનલાલજી દુગડનાં કરકમલેથી મંગતરામ વિજ્ઞાન વિભાગનું ઉદ્દઘાટન થયું. શેઠજીએ દસ હજાર રૂપિયા દાન આપ્યું. બીજી સંસ્થાઓને પણ દાન આપવામાં આવ્યું. બધા મળીને પંદર-સેળ હજાર રૂપિયા દાનમાં આપીને પિતાની લક્ષમીને સફળ કરી. પાંચ રૂપિયા વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચવા આપ્યા.
જૈન નગરમાં સંક્રાન્તિ સમારંભ થયો. આ વૃશ્ચિક (માર્ગશીર્ષ) માસની સંક્રાન્તિ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org