________________
જિનશાસનન
૨૪૭ એક સાથે બનેનાં વ્યાખ્યાને થતાં રહ્યાં. આનંદની લહેર લહેરાણું.
શ્રીસંઘમાં એકતાનું વાતાવરણ અનુપમ હતું.
ઉપાધ્યાય શ્રી પ્રેમચંદજી મહારાજ, ગણિ જનકવિજયજી તથા શ્રી જયવિજયજી (પન્યાસ)ના પ્રવચનની પ્રશંસા કરતા રહેતા હતા.
તેમની આ ઉદારતા ધન્ય છે.
પહેલાં ઉપાધ્યાયજીનું, પછી ગણિવર શ્રી જનકવિજયજીનાં પ્રવચને થતાં હતાં.
આ રીતે ભવ્ય વાતાવરણમાં સાત દિવસ આનંદપૂર્ણ સમાપ્ત થયા.
એક દિવસ પ્રસંગવશ વિશ્વવલ્લભ ગુરુદેવના વિષયમાં ઉપાધ્યાયશ્રીએ જણાવ્યું કે તેઓ મહા વિદ્વાન હતા, સમર્થ હતા. એક દિવસ ડેલીમાં બેસી મુંબઈમાં કઈ જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે તેમનાં દર્શન થયાં હતાં. આ કે પ્રેમભાવ તથા ઉદારતા!
- શ્રી હસ્તિનાપુરની ત્રણે સંસ્થાઓના પ્રતિનિધિઓની સભા લુધિયાનામાં થઈ. ગુરુમહારાજે ધાર્મિક સંદેશ મોકલ્યો. બધી સંસ્થાઓમાં પ્રેમભાવની વૃદ્ધિ થઈ.
જાલંધરમાં શ્રી બૂટેરાયજી મહારાજની જયંતી ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી.
Jaini Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org