________________
૨૪૪
જિનશાસનના
શાકાહાર સમિતિની તરફથી ઈંડાં વહેંચવાની જ-: નાને મૂળમાંથી રદ કરવાને પ્રસ્તાવ પાસ કરી અધિકારીએને મેકલવામાં આવ્યું. ભારતની બધી વિપત્તિઓનું, મૂળ કારણ હિંસા જ છે.
ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ કરીને વિહાર કરી ગુરુદેવ ગઢદિવાલા પધાર્યા. ગુરુભક્ત જસવંતરાય વૈદ્ય આ ગ્રામના નિવાસી છે. મંદિર તથા બે-ત્રણ ઘર પણ છે. બધાંએ સારે લાભ લીધે. ઈંડાં આપવાની યોજનાને અહીં પણ વિરોધ થયે. અહીંથી ઉડમડ પધાર્યા. અહીંથી અરધા માઈલ દૂર અહિયાપુર ગામ મુનિ શાંતિવિજ્યજી (ગૃહસ્થાશ્રમનું નામ લાલા ખુશીરામજી હતું) મહારાજનું જન્મસ્થાન છે. ગૃહસ્થાશ્રમમાં તે કરિયાણું તથા હકીમનું કામ કરતા હતા. ઉડમડમાં પણ તેમની સારી એવી પ્રસિદ્ધિ હતી. અહીંની જનતાના અતિ આગ્રહવશ બેત્રણ દિવસ સ્થિરતા કરી. ગણિ જનકવિજયજી આદિનાં વ્યાખ્યાન થતાં રહ્યાં. અહીંની જનતાએ મુનિ શાન્તિવિજયજીના આગમનની ખુશીમાં શાન્તિવિજય ઔષધાલય ખેલવાને શુભ સંકલ્પ કર્યો. ફંડ પણ થઈ ગયું અને ઔષધાલયનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. અહિયાપુર તથા ઉડમડથી વિહાર કરીને દસુહા, મુકેરિયા આદિ ગ્રામનગરમાં પ્રચાર કરતાં કરતાં તથા ઈંડાં આપવાની ચેજનાને વિરોધ દર્શાવતા ફરી હોશિયારપુરમાં પદાર્પણ કર્યું.
તપસ્વી શ્રી પ્રકાશવિજયજી (આચાર્ય મહારાજ તથા શ્રી નંદનવિજયજી મહારાજ અહીં આવી મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org